________________
૨પર
કર્મસ્તવ વિવેચનસહિત પંચાવન પ્રકૃતિએ હોય, ત્યાં [ નાનું-તાર-ળવછેરો જ્ઞાનાવરણ, અન્તરાયકમ અને દશનાવરણચતુષ્કો છેદ થાય એટલે [ સોનિ ] સાગકેવલિગુણસ્થાનકે [ વાવાટા ] બાહેંતાલીશ પ્રકૃતિઓ ઉદયમાં હેય.
વિવેચન ક્ષીણમેહ ગુણસ્થાનકના છેલા બે સમય બાકી હોય ત્યાં સુધી પૂર્વોક્ત સત્તાવન્ન પ્રકૃતિએ ઉદયમાં હોય છે. ત્યાં નિદ્રા અને પ્રચલાએ બે પ્રકૃતિનો વિચ્છેદ થાય એટલે તેના છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, વેદનીય છે, આયુષ એક, નામકર્મ સાડત્રીશ, ત્રકર્મ એક અને અન્તરાયકર્મ પાંચ-સવ મળીને પંચાવન પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. કેઈ આચાર્ય એમ માને છે કે, “નિદ્રા અને પ્રચલાને ઉપશાનમેહ ગુણસ્થાનકે ઉદય. વિછેર થાય છે, કેમકે પચે નિદ્રાને ઉદય ઘેલના પરિણામથી થાય છે, અને ક્ષેપક અતિવિશુદ્ધ હોવાથી તેને નિદ્રાના ઉદયને સંભવ નથી, પણ ઉપશામક તેટલે વિશુદ્ધ નહિ હોવાથી તેને નિદ્રાદ્ધિકના ઉદયને સંભવ છે.
ક્ષીણમેહગુણસ્થાનકના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અન્તરાય, અને ચાર દર્શનાવરણ–એ ચૌદ પ્રકૃતિ બાદ કરતાં એકતાલીશ પ્રકૃતિએ બાકી રહે, તેમાં તીર્થકરનામકર્મને ઉદય હેવાથી તેને મેળવતાં સગીકેવલિગુણસ્થાને વેદનીય બે આયુષ એક, નામકમ- આડત્રીશ, નેત્રક એક-સર્વ મળીને બેંતાલીશ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
હવે સગી ગુણસ્થાનકે અને અયોગી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓને ઉદયવિચહેદ થાય તે બતાવે છે –