________________
૨૪૬
કસ્તવ વિવેચનસહિત હવે ત્યાં તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચત્ર, ઉદ્યોતનામ કર્મ અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદયાવચ્છેદ થાય, કારણ કે તિર્યંચગતિ, તિર્યંચાયુષ અને ઉદ્યોતનામકર્મ એ ત્રણ પ્રકૃતિને ઉદય તે તિર્યંચગતિમાં હોય છે, અને તેઓને પહેલેથી પાંચ ગુણસ્થાનકેને સંભવ છે; માટે ઉપરના ગુણસ્થાનકે તે પ્રકૃતિએના ઉદયને અભાવ છે. નીચશેત્રને ઉદય તિર્યંચગતિમાં સ્વભાવથી અવશ્ય હોય છે, માટે દેશવિરતિ તિર્યંચને પણ નીચગાત્રને ઉદય જાણ. મનુષ્યને દેશવિત્યાદિ ગુણસ્થાનકે વિરતિગુણ પ્રગટ થવાથી તે નિમિત્તે ઉચ્ચગેત્રને ઉદય થાય છે, પણ નીચ. ગેત્રને ઉદય હોતો નથીત્રીજા કષાયના ઉદયથી દેશવિરતિ પ્રાપ્ત થાય પણ સર્વવિરતિ ચારિત્રને લાભ ન થાય, માટે આગળના ગુણસ્થાનકે ત્રીજા કષાયને ઉદય ન હય.
યદ્યપિ ઉત્તર ક્રિયશરીર કરતાં સાધુને અને દેવને ઉદ્યોતનામ કમને ઉદય છે, તેથી તેને ઉદય મતાદિ ગુણસ્થાનકે સંભવિત છે, પરંતુ તે લબ્ધિપ્રયુક્ત હેવાથી તેની અહીં વિવક્ષા કરી નથી. માત્ર તિર્યંચને સ્વાભાવિક (ઉત્તર પૈક્રિય સિવાય) ઉદ્યોતનામને ઉદય હોય છે તે અહીં વિવક્ષિત છે.
હવે પ્રમત્ત અને અપ્રમત્તગુણસ્થાનકે ઉદયને આશ્રયી કેટલ પ્રકૃતિએ હોય તે જણાવે છે ,
अट्ठच्छेओ इगसी, पमत्ति आहार जुगलपक्खेवा । थीणतिगा-हारगदुगच्छेओ छसयरि अपमत्ते ।। १७ ॥