________________
બંધાધિકાર વરણાદિ કર્મને યોગ્ય અનન્તાન્ત પુદ્ગલવર્ગાઓ ગ્રહણ કરે છે, અને તે જ સમયે તેમાં જ્ઞાનાદિગુણને આછાદાન કરવાની અને સુખ દુઃખાદિ ઉત્પન્ન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે તેને અન્ય કહે છે. ૧ મિથ્યાત્વ એ આત્માના એક પ્રકારના વૈભાવિક પરિણામ છે, અને તે આત્માને ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે, તેથી આત્મા પિતાના વાસ્તવિક હિતાહિત, સુખ-દુઃખ વગેરેને વિવેક કરી શકો નથી, અને અહિ– તાચરણને હિતકારી માની અહિતાચરણમાં પ્રવૃત્ત થાય છે. માટે મિથ્યાત્વારા જીવ કર્મ ઉપાર્જન કરે છે. ૨ બને બીજે હેતુ અવિરતિ છે. અવિરતિ એ તૃષ્ણા, ઈન્દ્રિયોને અસંયમ અને સ્કૂલહિંસાદિ દેશે ઉત્પન્ન કરનાર એક પ્રકારના કાષાયિક પરિણામ છે, અને તે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયરૂપ છે. ૩ કષાય એ અહિંસાદિ મહાવ્રતોને દૂષિત કરનારા સંજ્વલન કોધ, માન, માયા અને
ભરૂ૫ વિભાવ પરિણામ છે, અને તે દ્વારા જીવ કર્મ ગ્રહણ કરે છે. ૪ મન વચન અને કાયાના સંબધે જીવના વીર્યની પ્રવૃત્તિ થવી તે યોગ. યોગ દ્વારા આત્મા બે સમયની સ્થિતિવાળું કર્મ બાંધે છે, માટે યોગ પણ કર્મબંધને હેતુ છે. એ ચારે કર્મબન્ધના સામાન્ય હેતુઓ છે, તે દ્વારા જીવ પ્રતિસમય કર્મના, પુદ્ગલે ગ્રહણ કરે છે, અને તે જ સમયે હેતુને અનુસાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયી જેટલી જ્ઞાનાવરણાદિ મૂલ પ્રવૃતિઓ અને મતિજ્ઞાનાવરણ ઉત્તર પ્રકૃતિએ બધુને યોગ્ય હોય તે રૂપે તેનું પરિણમન કરે છે, તે બધમાં ગુણસ્થાનક કે જેની વિવક્ષા કર્યા