________________
ગુણસ્થાનક.
૨૧૭ રાખે છે, ત્યાર પછી ગુણસંક્રમવડે બંધાતી પ્રકૃતિઓમાં એ સોળ પ્રકૃતિઓને નાંખી સર્વથા તેને ક્ષય કરે છે. અહીં પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ-એ આઠ કષાયને પ્રથમ ક્ષય કરવાને પ્રારંભ કર્યો હતો, પરંતુ હજુ સુધી તેને સર્વથા ક્ષય કર્યો નથી, તે દરમિયાન ઉપરની સોળ પ્રકૃ તિએને ક્ષય કરે છે. ત્યાર પછી બાકી રહેલા આઠ કષાયને અન્તર્મુહૂર્તમાં ક્ષય કરે છે. ત્યાર પછી અન્તર્મુહૂર્તમાં અનુક્રમે નપુંસક્વેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિષક, પુરુષવેદ, સંજલન ક્રોધ, માન, માયા અને બાદર લેભને ક્ષય કરે છે. આ બધી પ્રકૃતિએને અનિવૃત્તિ બાદસંપાયગુણસ્થાનકે ક્ષય થાય છે, અને સૂક્ષ્મ સંજવલન લેભને સૂક્ષ્મસંપાય ગુણસ્થાનકે ક્ષય થાય છે. એ પ્રમાણે સર્વથા મેહનીય કર્મને ક્ષય કરી ક્ષણિકષાય-વીતરાગ-છદુમગુણસ્થાનકને પ્રાપ્ત થાય છે.
૧૩. યોગિ-કેવલિગુણસ્થાનક. ગ, વિર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ ઇત્યાદિ પર્યાય શબ્દો છે. વેગથી સહિત હેય તે સગી. યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર, તે જે કેવળજ્ઞાનીને હોય તે સગી કેવલજ્ઞાની કહેવાય છે.
જ્યારે મન:પર્યવજ્ઞાની કે અનુત્તર મુર વગેરે મનવડે પ્રશ્ન પૂછે ત્યારે તેને મનવડે ઉત્તર આપતા કેવલજ્ઞાનીને
૧ ઉપરનું કથન સિદ્ધાન્તન અભિપ્રાયથી છે, અન્ય આચાર્ય એમ માને છે કે “પ્રથમ સોળ પ્રકૃતિઓને ક્ષય કરવાને પ્રારંભ કરે અને વચ્ચે આઠ કપાયોને ક્ષય કરે, અને પછીથી બાકી રહેલી સોળ પ્રકૃતિઓને ક્ષય કરે.”