SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २११ કમસ્તવ-વિવેચનસહિત જે દશનસપ્તકને ક્ષય કર્યા પછી કાલ ન કરે તે તે અવશ્ય વિમે છે, પણ ચારિત્રમોહનીય ક્ષય કરવાનો પ્રયત્ન કરતા નથી, જે બદ્ધાયુષ-જેણે આયુષને બંધ કર્યો છે તે ક્ષપકશ્રેણિ કરે તે અનન્તાનુબધ્યાદિ સાત પ્રકૃતિએને ક્ષય કર્યા પછી તે અવશ્ય વિશુદ્ધ પરિણામ વડે ચારિત્ર મેહનીયને ક્ષય કરવા માટે પ્રયત્ન કરે છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરે છે. અહીં એટલે વિશેષ છે કે અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ગુણથાનકે અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરપરા ગુણસ્થાનકે અ. નિવૃત્તિ કરણ કરે છે. તેમાં અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતદિવડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરઆઠ કષાયને તે પ્રમાણે ક્ષય કરે છે કે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકના પ્રથમ સમયે તેની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ બાકી રહે છે. જ્યારે અનિવૃત્તિ બાદર સંપાયગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યારે ત્યાન દ્વિત્રિક, નરકગતિ, તિર્યક્ઝતિ,નરકાનુપૂવર,તિર્યંચનુપૂર્વ,એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, તપ, ઉદ્યોત, સૂક્ષમ અને સાધારણએ સોળ પ્રકૃતિએને 'ઉવલના કમવડે ઉદ્વલિત કરી (સવ અને પરપ્રકૃતિમાં સંક્રમાવી) તેની પલ્યોપમના અસંખ્યાતમ ભાગ પ્રમાણ સ્થિતિ બાકી ૧ ઉવલનાસંક્રમ અને ગુણસંક્રમમાં એટલે વિશેષ છે કે સ્વપ્રકૃતિ અને સજાતીય પર પ્રકૃતિમાં સંક્રમ કરે તે ઉદ્વેલનાક્રમ, અને માત્ર સજાતીય પર પ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્ય અસં" એ ગુણ સંક્રમાવે તે ગુણસંકરમ કહેવાય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy