________________
ગુણસ્થાનક
૨૧૫
ગુણસ્થાનક કહેવાય છે. ક્ષપકશ્રેણિ કરનાર જ આ ગુણસ્થાને આવે છે, તેને ક્રમ સંક્ષેપથી આ પ્રમાણે છે –
ક્ષેપક શ્રેણિને પ્રારંભ કરનાર પ્રથમ સંઘયણવાળ, શુદ્ધ ધ્યાનયુક્ત અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત હેય છે. જે અપ્રમત્તસંયત પૂર્વવિદ્ હોય તે તે શુકલધાનયુક્ત હોય છે, અને બીજા ધર્મધ્યાન સહિત હોય છે. તે પ્રથમ અનન્તાનુબંધી કષાયને ક્ષય કરે છે, ત્યાર પછી મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને પછી સમ્યવહનીય ક્ષય કરે છે. જે બદ્ધાયુષ ક્ષપકશ્રેણિને પ્રારંભ કરે તે અનન્તાનુબન્ધીને ક્ષય કર્યા પછી તેને મરણને સંભવ હેવાથી તે અટકે છે, અને પછી મિથ્યાદર્શન મેહના ઉદયથી પુન અનન્તાનુબંધી કષાને બધ કરે છે, કેમકે તેનું બીજ મિથ્યાત્વમેહનીય નષ્ટ થયું નથી. પરંતુ જેણે મિથ્યાદર્શન મેહનીયને ક્ષય કર્યો છે, તે પુનઃ અનન્તાનુબધી બાંધતે નથી, કારણ કે તેણે તેના બીજને નાશ કર્યો છે. જેણે અનન્તાનુબધી આદિ સાત પ્રકૃતિઓને ક્ષય કર્યો છે તે અપતિત પરિણામ વડે અવશ્ય દેવકમાં ઉત્પન્ન થાય છે અને પતિત પરિણમી હોય તે તે ભિન્ન ભિન્ન પરિણામના યેગથી ભિન્ન ભિન્ન ગતિમાં જાય છે. બદ્ધાયુષ ને ક્ષય થાય છે તેથી પણ તે ‘ક્ષીણુકવાય કહેવાય, માટે અહીં વીતરાગ' વિશેષણ આપેલું છે, “ક્ષીણકષાય” અને “વીતરાગ ” કેવલજ્ઞાની પણ હોઈ શકે, તેથી તેને વ્યવચ્છેદ કરવા “ છમસ્થ ” વિશેષણ મૂકયું છે. વીતરાગ અને છમસ્થ” કહેવાથી અગીઆરમાં ઉપશાન્તાહ ગુણસ્થાનકને બોધ થાય માટે તેને વ્યવરછેદ કરવા ક્ષીણકવાય” વિશેષણ આપેલું છે.