________________
૨૦૮
કસ્તવ વિવેચનસહિત
લઈ જવા તે ગુણસંકમ, તેને પણ અપૂર્વ-મોટા
પ્રમાણમાં કરે છે. ૫. સ્થિતિબન્ધ—પૂવે અશુદ્ધિ હોવાથી કર્મની
દીર્ઘ સ્થિતિ બાંધતે હતે; આ ગુણસ્થાનકે અપૂર્વ વિશુદ્ધિને લીધે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે
હીન સ્થિતિબધ કરે છે. અપૂર્વકરણ બે પ્રકારે છે–ક્ષપક અને ઉપશમકચારિત્ર મેહનીય કમીને ક્ષય અને ઉપશમ કરવાને યોગ્ય હેવાથી તે ક્ષપક અને ઉપશમક કહેવાય છે, પરંતુ તેને સર્વથા ક્ષય કે ઉપશમ કરતું નથી, તેના સ્વરૂપવિશેષને અપૂર્વકરણ ગુણસ્થાનક કહે છે - આ ગુણસ્થાનકને કાલ અન્તર્યુ હૂર્તને છે. અન્તમુહૂર્તના અસંખ્યાતા સમયે થાય છે. આ ગુણસ્થાનકે વર્તતા ત્રિકાલવતી ભિન્ન ભિન્ન જીવને આશ્રયી પ્રતિસમય અનકમે વધતા અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનકે હોય છે. તે આ પ્રમાણે–જેઓ આ ગુણસ્થાનકના પ્રથમ સમયને પ્રાપ્ત થયા હતા, હમણાં પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થશે, તે સર્વ જીવોની અપેક્ષાએ જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ પર્યંત અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ ( આ ગુણસ્થાનકના પ્રથમ સમયના ) અધ્યવસાયસ્થાનકે હોય છે. અહીં અસં– ખ્યાતના અસંખ્ય પ્રકાર હોવાથી ગુણસ્થાનકના પ્રથમ સમય વતી’ સવજીના અને સર્વ સમયમાં વર્તતા જીના અધ્યવસાય “અસંખ્યાતા કહ્યા છે, આ ગુણસ્થાનકના પ્રથમ સમય વતી કેટલાક જી એક અધ્યવસાય સ્થાનકે