SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક, ૨૦૭ * ૨, રસવાત-જ્ઞાનાવરણદિ અશુભ કર્મના પુષ્કળ રસને અપનાકરણવડે અલ્પ કરો તે રસઘાત. સ્થિતિઘાત અને રસઘાત એ બન્ને પૂર્વના ગુણસ્થાનકે અ૯૫ વિશુદ્ધિ હોવાથી અ૫ થતા હતા, આ ગુણસ્થાનકે ઘણુજ વિશુદ્ધિ હોવાથી અપૂર્વ–મેટા પ્રમાણમાં કરે છે. ૩, ગુણશ્રેણિ—કર્મ પુદ્ગલેને જલદી ક્ષય કરવા માટે અપવર્તનાકરણ વડે તેને ઉપરની સ્થિતિથી ઉતારી ઉદયના સમયથી માંડીને અન્તમુહૂત સુધીના સ્થાનકેમાં અસંખ્ય ગુણ વૃદ્ધિવડે તેની રચના કરવી તે ગુણશ્રેણી. આ ગુણસ્થાનકની અપેક્ષાએ પૂર્વના ગુણસ્થાનકે ઓછી વિશુદ્ધિ હોવાથી કાલથી મેટી અને થોડા કમ પુગલો ઉતારેલા હોવાથી વિસ્તાર રહિત ગુણશ્રેણિ કરતા હતા, આ ગુણસ્થાનકે અધિક વિશુદ્ધિ હોવાથી કાલથી ટુંકી અને પુષ્કળ પુદ્ગલો ઉતારેલા હોવાથી વિસ્તારવાળી ગુણશ્રેણિ કરે છે. - ૪. ગુણસંક્રમ–બંધાતી પ્રકૃતિમાં ન બંધાતી અશુભ પ્રકૃતિના પુદ્ગલેને ઉત્તરોત્તર અસંખ્યગુણ ૧. ઉપરની સ્થિતિમાંથી પ્રથમ સમયે ઉતારેલા કર્મ પુદ્ગલોને ઉદયના પ્રથમ સમયમાં થેડ, બીજા સમયે તેથી અસંખ્યગુણા–એ પ્રમાણે અસંખ્ય ગુણ અસંખ્યગુણ કમપુદ્ગલેની રચના કરે. ત્યાર પછી બીજા સમયે તેથી અસંખ્ય ગુણ કમપુગલને ઉતારે અને ઉદ્યથી માંડી સમયહીન સ્થાનકમાં પૂર્વકમે ગોઠવે. એ પ્રમાણે અન્તમુદત પર્યત પુદ્ગલની રચના કરે તે ગુણશ્રેણિ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy