________________
૨૦૪
કમંતવ વિવેચનસહિત,
૫. સશવિરત ગુણસ્થાન. સર્વવિરતિની ઈચ્છ છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સમ્યગદષ્ટિ હિંસાદિ પાપજનક ક્રિયાઓને સર્વથા ત્યાગ ન કરી શકે, પણ અંશતઃ ત્યાગ કરે તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કઈ એક વ્રતને, કેઈ બે છતને, કેઈ ત્રણ વ્રતને, યાવતુ કેઈ બાર વ્રતને ગ્રહણ કરે છે, અને કેઈ તે માત્ર અનુમતિ સિવાય બધા પાપવ્યાપારને ત્યાગ કરે છે. અનુમતિ ત્રણ પ્રકારે છે-૧ પ્રતિસેવનાનુમતિ, ૨ પ્રતિશ્રવણનુમતિ અને ૩ સંવાસા નુમતિ. જ્યારે પિતાદિ પુત્રાદિકે કરેલા પાપ કાર્યને વખાણે અથવા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે તેને પ્રતિસેવનાનુમતિ હોય છે. સંબન્ધીએ કરેલા હિંસાદિ સાવઘ કાર્યને સાંભળે અને તેને સંમત થાય પણ તેનો નિષેધ ન કરે તે પ્રતિશ્રવણનુમતિ. જ્યારે હિંસાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પણ તેના પાપકાને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને સંવાસાનુમતિ હોય છે. તેમાં જે સંવાસાનુમતિ સિવાય સર્વ પાપ વ્યાપારને ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહે. વાય છે. અને સંવાસાનુમતિને ત્યાગ કરે તે યતિ કહેવાય છે. કહ્યું છે કે-“સમ્યગ્દર્શનસહિત પોતાની અલ્પ શક્તિ
પૂર્વોક્ત આઠ ભાંગામાંથી પ્રથમ ચાર ભાંગા મિથ્યાદષ્ટિને લાગુ પડે છે, કારણ કે તેઓ સમજ્ઞાનરહિત છે, પછીના ત્રણ ભાંગા અવિરત સમ્યગ્દષ્ટિને લાગુ પડે છે, કારણ કે તેઓ પાલન ન કરે તે પણું સમ્યગ જ્ઞાનરહિત છે, આઠમો ભાંગે દેશવિરતિ અને સર્વવિરતિ મુનિઓને લાગુ પડે છે, કારણકે તેઓ સમગૂજ્ઞાન સહિત વિરતિને સ્વીકાર કરે છે અને પાલન કરે છે. જુઓ કમપ્રકૃતિ ટીકા. પૃષ્ઠ ૧૬૮.