SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક, -- --- દર કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. અન્ડરકરણની નીચેની અન્તર્મુહૂર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિ, અને અન્ડરકરણની ઉપરની મોટી બીજી સ્થિતિ. તે અન્તરકરણમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલેને પ્રથમ સ્થિતિમાં અને દ્વિતીય સ્થિતિમાં નાંખે છે. પ્રથમ સ્થિતિના મિથ્યાત્વના પુદ્ગલોને વેદે છે તેથી તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. તેને અન્તમુહૂર્તમાં વેદીને પ્રથમ સ્થિતિનો ક્ષય કરે છે, ત્યાર પછી અન્ડરકરણના પ્રથમ સમયે મિથ્યાત્વને ઉદય નહિ હોવાથી જીવ ઔપશમિક સમ્યકત્વ પામે છે. જેમ દાવાનળ ઉખર ભૂમિને પ્રાપ્ત કરી શાન્ત થાય છે, તેમ મિથ્યાત્વના ઉદયરૂપ દાવાગ્નિ અન્તરકરણને પામી શાન્ત થાય છે, અને આત્મા પરમ આત્મિક સુખને અનુભવ કરે છે. અહીં અન્ડરકરણના પ્રથમ સમયે જીવ ઔપથમિક સમ્યકત્વ પામે છે. હવે તે સમ્યગ્દર્શનરૂપ આત્મિક વિશુદ્ધિ વડે મિથ્યાત્વમેહનીય કર્મના પુદ્ગલેના ત્રણ વિભાગ કરે છે-વિશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અશુદ્ધ. તેમાંના શુદ્ધ પુદ્ગલો સમ્યગ્દર્શનને ઘાત કરતા નથી, અશુદ્ધ પુદ્ગલ ઘાત કરે છે અને અર્ધવિશુદ્ધ પુદ્ગલ સમ્યગ્દર્શન અને મિથ્યાદશનરૂ૫ મિશ્રભાવ પેદા કરે છે. જ્યારે આત્મા અશુદ્ધ પરિણામ ગામી થાય છે, (જ્યારે પથમિક સમ્યગ્દર્શન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા બાકી હોય છે) ત્યારે અનન્તાનુબધી કષાયને ઉદય થાય છે, અને તેના ઉદયથી તે સમ્યદનને વમતે સાસ્વાદન ગુણ સ્થાનકે જાય છે, અને કોઈ ઉપશમશ્રેણીથી પડતે પણ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy