________________
કર્મસ્ત વિવેચનસહિત,
સામાન્ય મનુષ્યને ખ્યાલમાં ન આવે, જે અત્યન્ત સંક્ષેપમાં કહેવામાં આવે તે પણ તેની વિશેષતા ગ્રાહ્ય ન થઈ શકે. માટે અત્યન્ત વિસ્તારથી કે અત્યન્ત સંક્ષેપથી ન કહેતાં ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપ વિશેષને એક એક વર્ગમાં સમાવેશ કરી તેના સ્કૂલ દષ્ટિથી ચૌદ વિભાગ પાડવામાં આવ્યા છે.
- તેમાં પૂર્વ પૂર્વ ગુણસ્થાનકથી ઉત્તર ઉત્તર ગુણસ્થાનકેમાં અધિકાંશે ગુણેનો વિકાસ થાય છે, અને તેથી પૂર્વ પૂર્વના ગુણસ્થાનકોમાં અધિક અધિક કર્મપ્રકૃતિઓના બંધાદિ થાય છે અને પછી પછીના ગુણસ્થાનકમાં બન્યાદિમાં કમશઃ પ્રકૃતિઓ ઘટતી જાય છે.
૧. મિથ્યાદષ્ટિગુણસ્થાનક. મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયથી જેની દષ્ટિ-શ્રદ્ધા મિથ્યા-વિપરીત થયેલી હોય તે મિથ્યાષ્ટિ કહેવાય છે. જેમ મધ પીનાર મનુષ્ય સારાસારને વિવેક ભૂલી અહિતાચરણ કરે છે તેમ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જીવ ( આધ્યાત્મિક) હિતાહિતને વિવેક ભૂલી અહિતાચરણમાં પ્રવૃત્ત હોય છે. તે કુદેવ, કુગુરુ અને
૧ જેને આદર્શ આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક ન હોય પણ પ્રતિકૂલ હેય એવા રાગ-દ્વેષ-હિંસાદિ દેષયુક્ત કુદેવ અને જેઓને આદર્શ આધ્યાત્મિક વિકાસમાં સહાય કરે અને રાગ-દ્વેષ-હિંસાદિરહિત હેય તે સુદેવ. જેઓને ઉપદેશ અને વતનધારા આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય તે સુગુરુ, પરંતુ જેના ઉપદેશ અને વતનથી આધ્યાત્મિક પ્તન થાય તે કુગુરુ. જેના આચરણથી આધ્યાત્મિક અભ્યદય થાય. તે અહિંસા, સંયમ, તપ વગેરે ધર્મ, અને જેના આચરણથી આધ્યાત્મિક અભ્યય ન સાધી શકાય એવો હિંસા, અસત્ય વગેરે કુધર્મ.