________________
क परिशिष्ट
૧૮૩
૪ ઉભેગાન્તરાય–વારંવાર ભોગવી શકાય તેવા વસ્ત્રાદિ પદાર્થો ઉપભોગ કહેવાય છે. જેના ઉદયથી વસ્ત્રાદિ પદાર્થો હોવા છતાં, ત્યાગને પરિણામ ન હોવા છતાં, ઉપભોગ ન કરી શકે તે ઉપભોગત્તરાય.
પ વીર્યાન્તરાય–જેના ઉદયથી નીરોગી શરીર અને યુવાવસ્થા હોવા છતાં, સામર્થ્યને ઉપયોગ ન કરી શકે તે વીર્યાન્તરાય.
' એ રીતે બંધમાં જ્ઞાનાવરણકર્મની પાંચ, દર્શનાવરણની નવ, વેદનીયની છે, મેહનીય કર્મની છવીશ, આયુષ કર્મની ચાર, નામકમની સડસઠ, ગોત્રકમની બે અને અન્તરાયકની પાંચ ઉત્તર પ્રકૃતિઓ છે. સર્વ મળી ૧૨૦ પ્રકૃતિએ બંધને આશ્રયી છે. યદ્યપિ માહનીય કર્મની અઠ્યાવીશ પ્રકૃતિએ કહેવામાં આવે છે, પરંતુ સમ્યત્વ મેહનીય અને મિશ્રમેહનીયને બંધ હેતે નથી, બંધમાં માત્ર મિથ્યાત્વમેહનીય હોય છે, કારણ કે સમ્યગ્દર્શનરૂપ વિશુદ્ધિવડે શુદ્ધ અને અર્ધ વિશુદ્ધ થયેલા મિથ્યાત્વના પગલો તે સમ્યફ મોહનીય અને મિશ્રમેહનીય. આ બન્ને પ્રકૃતિઓ ઉદયમાં હોવાથી ઉદયને આશ્રયી સર્વ મળી ૧૨૨ ઉત્તરપ્રકૃતિએ જાણવી,
-
વ પરિશિષ્ટ.
પૃ. ૧૦ પ્રકૃતિબંધ. પ્રકૃતિશબ્દના સ્વભાવ અને સમુદાય એ બે અર્થ મળે છે; પરન્તુ દિગંબરીય સાહિત્યમાં માત્ર સ્વભાવ અથ મળે છે. આ બન્ને અર્થમાં વિશેષતા એ છે કે પ્રકૃતિને સ્વભાવ અર્થ હોય ત્યારે અનુભાગ બન્ધને અર્થ માત્ર કર્મફલજનક શક્તિની તીવ્રતા મન્દતા અને શુભાશુભતા વિવક્ષિત છે, પરંતુ સમુદાય અર્થના - પક્ષમાં અનુભાગ બંધને કર્મ ફલજમક શક્તિ, તીવ્રતા સન્દતા અને શુભાશુભતા અર્થ વિવક્ષિત છે.