SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભીંત ઉપર પડેલી ૨જની પેઠે કર્મ અને આત્માના સંબંધ રૂપ છે, તેનામાં અનુભાગ નહિ હોવાથી બન્ધની શક્તિ નથી. કષાયવડે રંજિત થયેલે યોગ જ કર્મ બંધનું કારણ છે. ત્યાં પ્રભાવ માત્ર કષાયના સામર્થ્યને છે. હેતુઓનું સામર્થ્ય–જ્યારે આત્મા હેતુઓની સત્તાને આધીન થઈ વિભાવ પરિણામને ભજે છે ત્યારે તે દ્રવ્યકમને બંધ કરે છે. આત્માએ હેતુઓની સત્તાને આધીન થવું જ જોઈએ એવું કાંઈ નથી. જે બળવાન આત્માઓ છે તે હેતુઓની સત્તાને વશ થતા નથી, તેથી વિભાવપરિણામ દ્વારા દ્રવ્ય કર્મને બંધ કરતા નથી, અને તેથી દ્રવ્યભાવકર્મની સાંકળને લંબાવતા નથી, પણ પિતાના પુરુષાર્થથી હેતુઓએ ઉપસ્થિત કરેલા વિભાવ પરિણામના નિમિત્તને આધીન ન થતાં સમભાવે વેદીને તેને ક્ષય કરે છે. મોહનીય કર્મના ઉદય કાળે જ્ઞાની પુરુષે અત્યંત આત્મજાગૃત થઈ તેણે ઉપસ્થિત કરેલા કષાયભાવમાં ન જોડાતાં તટસ્થપણે સમભાવે ભોગવી લે તે તે કર્મ ક્ષય પામે છે અને તે નવીન કર્મબંધનું કારણ થતું નથી. હેતુઓની સત્તા નિર્બળ આત્મા ઉપર વિશેષ ચાલે છે. તે સુકાન વિનાના વહાણની પેઠે નિમિત્તોને આધીન થઈને ડામાડોળપણે ગતિ કર્યા કરે છે. હેતુઓએ ઉપસ્થિત કરેલા કષાયભાવમાં જોડાઈ રાગદ્વેષપૂર્વક તે કર્મને વેદે છે અને દ્રવ્ય ભાવકર્મની પરંપરાને લંબાવે છે. એ પ્રમાણે હેતુએને પ્રભાવ આત્માની યેગ્યતા ઉપર અવલંબિત છે. જેમ રેગના જંતુઓ પ્રબળ આરેગ્યસંપન્ન મનુષ્યને અસર કરી
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy