________________
૨૧
પાડવા ઉપરાંત બીજે કશો ગુણ નથી. નામકર્મના ઉદયથી ગતિ-જાતિ આદિ બાહ્ય સામગ્રી પ્રાપ્ત થાય છે. નેત્રકમ ઉચ્ચ કુળ અને નીચ કુળમાં ઉપજવામાં સાધનરૂપ છે. આયુષ કર્મના ઉદયથી આત્માને દેહ સાથેનો સંબંધ અમુક કાળ સુધી ટકી શકે છે.
બંધ અને તેના હેતુ–કર્મ અને આત્માને સંબધ હેતુપૂર્વક છે. જ્યારે જ્યારે આત્માને કર્મના હેતુઓ મળે છે ત્યારે ત્યારે આત્મા તે હેતુને આધીન થઈ વિભાવ પરિણામમાં જોડાય છે અને તે દ્વારા કાર્મણવગણના પુદ્ગલને આકર્ષી આત્મા તેની સાથે તાદાભ્ય સંબન્ધ કરે છે તે દ્રવ્ય કર્મ બંધ છે અને ભાવકર્મ એ દ્રવ્યકર્મબન્ધને હેતુ છે. ઉદિત થયેલાં બધાં કર્મ એ ભાવકર્મરૂપ નથી, પરંતુ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ભાવકર્મ છે, કારણ કે તે આત્મપરિણામને રંજિત કરે છે. ખરી રીતે તે મેહનીય કર્મ એ જ ભાવકમ છે, કારણ કે તે જ્યારે ઉદયમાન થાય છે ત્યારે તે જીવને પરભાવમાં રંજિત કરે છે. યદ્યપિ બીજા કર્મો પણ જીવને રંજિત કરે છે પણ તે મહદ્વારાજ રજિત કરી શકે છે. અર્થાત્ મોહનીય કર્મમાં જ જીવને પરભાવમાં રજિત કરવાની શક્તિ છે. માટે મેહનીય કર્મ એ ભાવકર્મરૂપ છે. યદ્યપિ કર્મબંધના સામાન્યરીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર હેતુએ કહ્યા છે, તેમાં મિથ્યાત્વ, અવિરતિ અને કાય તે મેહરૂપજ છે, અને તે જ કર્મબંધને હેતુ છે. યદ્યપિ કેવળગ પણ કર્મબંધને જનક છે, પણ તે શુષ્ક