________________
૧૪૬
કર્મવિપાક-વિવેચનસહિત
છતાં પણ વચન માન્ય ન થાય, લેક સન્માન, વિનવું ને કરે તે અનાદેયનામ.
અયશકીર્તાિનામ-જે કર્મના ઉદયથી અપકીતિ થાય તે અયશકીતિનામ. એ પ્રમાણે નામકર્મના બેતાળીશ, ત્રાણું, એકસે ત્રણ અને સડસઠ ભેદ કહ્યા.
હવે ગોત્રકમના બે પ્રકાર કહે છેगोमं दुहुच्च-नी, कुलाल इव सुघड-मुंभलाइयं । विग्ध दाणे लाभे, भोगुयभोगेसु वीरिए अ ॥५१॥ गोत्रं द्विधोच्चनीचं कुलाल इव सुघट-मुंभलादिकम् । विघ्न दाने लाभे भोगोपभोगयोर्वीये च ।।
અર્થ -સુઘટ–પૂર્ણકલશાદિક, અને ભુંભલી ( મઘ ઘટ) વગેરે બનાવનાર કુંભારની પેઠે ઉચ્ચ અને નીચ-એ બે પ્રકારે ગત્ર કમ છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યને વિષે વિદ્ધ કરનાર અંતરાય કમ પાંચ પ્રકારે છે. | ભાવાર્થ-ગોત્રકર્મના ઉચ્ચ અને નીચ-એમ બે પ્રકાર છે. તે કર્મ કુંભારના સમાન છે. જેમ કુંભાર એક જ જાતની માટીનાં તેવા પ્રકારના પૂર્ણકલશાદિ રૂપે કરે છે, જે પુષ્પ, ચંદન, અક્ષતાદિકથી પૂજાને પામે છે, અને તે જ જાતની માટીના મદિર ભરવાના પાત્ર વગેરે ખરાબ રૂપ બનાવે છે, જે મદ્ય પ્રમુખ ન નાંખ્યું હોય તે પણ લેકના તિરસ્કારને પાત્ર થાય છે, તેમ ઉચગોત્રના ઉદયથી નિર્ધન, કુરૂપ અને બુદ્ધિ આદિથી હીન છતાં પણ મનુષ્ય પ્રશંસાને પામે છે, અને નીચ ગોત્રના ઉદયથી ધનવાન,