________________
૧૮
કાળથી ચાલી આવે છે, માટે આત્માની સાથે કર્મને અનાદિ સંબંધ કહી શકાય છે. જે આ પરંપરાની અમુક કાળે શરૂઆત માનીએ તે તે પહેલાં બધા જ મુક્ત હેવા જોઈએ અને તેને પણ આ પરંપરાની પ્રથમ શરૂઆત થઈ એમ માનવું જોઈએ, અને જે એમ માનીએ તે મુક્ત છે પણ અમુક્ત થાય.
હવે એ પરંપરા ચાલુ રહેવી તે બંધ અને તેને સર્વથા અભાવ થ તે મોક્ષ કહેવાય છે. મોક્ષ એ જ પરમશ્રેય અથવા પરમ પુરુષાર્થરૂપ છે, અને તે મનુષ્યજીવનને પ્રધાન ઉદેશ છે. બન્ધ અને મોક્ષ એ બને આત્માની અવસ્થાએ છે. બંધ એ આત્માની વિભાવપરિણતિ અને મોક્ષ એ આત્માની સ્વભાવ પરિણતિ છે. આત્મા વિભાવપરિણામ વડે દ્રવ્ય કર્મને આકષી આત્મપ્રદેશ સાથે એકપ્રદેશાવગાહી કરે છે. છતાં બન્ને પરસ્પર ભિન્ન છે, કઈ કાળે પણ એક રૂપ થતાં નથી. સોના અને તાંબાને સાથે ગાળી ઢાળ પાડયો હોય તે બંને અરસપરસ મળવા છતાં સોનું અને તાંબુ જુદાં જ છે, એકરૂપ થતાં નથી, કારણ કે તેજાબ દ્વારા બંને જુદાં કરી શકાય છે. તેમ આત્મા અને દ્રવ્ય કર્મ સાથે રહેવા છતાં ભિન્ન છે, કારણ કે તેને સમ્યગ્દર્શનાદિ સ્વભાવ પરિણમનથી જુદાં કરી શકાય છે.
જૈન શાસ્ત્રકારે કર્મના અસંખ્ય ભેદ હેવા છતાં પણ સંક્ષેપથી ખ્યાલમાં આવે એટલા માટે અમુક વિશેષતાઓને લીધે તેના આઠ વિભાગ પાડયા છે અને બધા ભેદોને આ આઠ ભેટમાં સમાવેશ કર્યો છે. આ આઠ પ્રકારના