________________
૧૩ર કર્મવિપાક–વિવેચનસહિત
તીર્થકરનામ કર્મને વિપાક-રોદય માત્ર કેવલજ્ઞાનીને હોય છે, તેથી તે ત્રણ ભુવનના જનને પૂજવા લાયક થાય છે, સુરાસુર અને મનુષ્યને પૂજ્ય ઉત્તમોત્તમ ધર્મતીર્થ પ્રવર્તાવે છે, અને પોતે કૃતકૃત્ય છતાં પણ ધર્મને ઉપદેશ કરવામાં પ્રવૃત્તિ કરે છે, કેવલજ્ઞાની સિવાય બીજાને તીર્થંકરનામને વિપાકેદય હેતું નથી, પણ પ્રદેશોદય હોય છે, તેથી બીજા જીવની અપેક્ષાએ તેની લેકમાં માન પ્રતિષ્ઠા વધારે પ્રવર્તે છે.
' | તીર્થકરનામઃ—જે કર્મના ઉદયથી સુરાસુર અને મનુષ્યને પૂજ્ય ધર્મતીર્થ પ્રવર્તાવે, અને ધર્મને ઉપદેશ કરે તે તીર્થંકરનામ. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર. - હવે નિર્માણનામ અને ઉપઘાતનામ કર્મનું સ્વરૂપ બતાવે છે – अंगोवंगनियमणं, निम्माण कुणइ सुत्तहारसम । उवधाया उवहम्मइ, सतणुवयवल बिगाई हिं ॥४७॥ अङ्गोपाङ्गनियमन निर्माण करोति सूत्रधारसमम् । उपाघातादुपहन्यते स्वतन्ववयवलं बिकादिभिः ॥
અર્થ – સુતારની પેઠે નિમણનામ અંગોપાંગનું નિયમન (વ્યવસ્થા) કરે છે. ઉપદ્યાતનામ કર્મના ઉદયથી પિતાના. શરીરના અવયવ લંબીકાદિ વડે પિતે હણાય છે.
ભાવાર્થ- નિર્માણનામ કમ અંગ અને ઉપાંગને