________________
૧૨૬ કર્મવિપાક-વિવેચનસહિત चतुर्धा गतिरिवानुपूर्वी गतिपूर्वीद्विक त्रिक निजायुयुतम् पूर्युदयो वक्रे शुभाशुभवृषोष्ट्रविहगगतय: ' અર્થ– ગતિની પેઠે આનુપૂવી ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વી મળી ક્રિક કહેવાય છે. અને તે ગતિના આયુષથી યુક્ત કરીએ એટલે ત્રિક કહેવાય છે. આનુપૂર્વી નામને ઉદય વક્રગતિને વિષે હોય છે, વૃષભ અને ઉંટની ગતિની પેઠે શુભ અને અશુભ વિહાગતિ બે પ્રકારે છે. | ભાવાર્થ:- ગતિના નામથી આનુપૂવી ચાર પ્રકારની છે–૧. નરકાનુપૂર્વી, ૨. તિર્યગાનુપૂર્વી, ૩. મનુષ્યાનુપૂર્વ અને ૪. દેવાનુપૂવો. નરકગતિ સહચરિત જે આનુપૂવી તે નરકાનુપૂર્વી. કેમકે ગતિનામકર્મને ઉદય થવાથી જ તેને ઉદય થાય છે. તેવી રીતે તિર્યગાનુપૂવ, મનુષ્યાનુપૂવ અને દેવાનુપૂર્વી જાણવી.
૧. નરકાવનામ:- જે કર્મના ઉદયથી વકગતિએ નરકગતિમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસાર ગતિ થાય તે નરકાનુપૂવીનામ.
૨. તિર્યગાનુપૂવીનામ- જે કર્મના ઉદયથી વકગતિએ તિર્યંચગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની શ્રેણીને અનુસારે ગતિ થાય તે તિયંગાનુપૂર્વનામ.
૩ મનુષ્યાનુપૂવિનામ-જે કર્મના ઉદયથી વક્ર ગતિએ મનુષ્યગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણીને અનુસારે ગતિ થાય તે મનુષ્યાનુપૂર્વનામ.
૪ દેવાનુપૂવી નામ- જે કમના ઉદયથી વક્રગતિએ દેવગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની શ્રેણીને અનુસારે ગતિ થાય તે દેવાનુપૂવીનામ.