________________
કમરવિપાક-વિવેચનસહિત ૧૫ ૨. તિર્યંચગતિનામ, ૩. મનુષ્યગતિનામ. અને ૪. દેવગતિ નામ. જે અવસ્થામાં આત્મા અમુક પ્રકારના સુખદુઃખને જોગવી શકે તેને ગતિ કહે છે-એટલે સુખદુઃખના ઉપસેગમાં નિયામક અવસ્થા વિશેષ તે ગતિ. અમુક પ્રકારના સુખદુઃખને આત્મા નરક અવસ્થામાં જોગવી શકે છે માટે નરકગતિનામકર્મજન્ય તે અવસ્થાને નરકગતિ કહેવાય છે. તેવી રીતે સર્વ ગતિએ જાણવી.
જાતિનામ - જે કર્મના ઉદયથી એકેન્દ્રિયાદિ જાતિપ્રાપ્ત થાય-એકેન્દ્રિય, બેઈન્દ્રિય' ઇત્યાદિ વ્યવહાર થાય તે જાતિનામ. તેના પાંચ ભેદ છે.–૧. એકેન્દ્રિય જાતિનામ, ૨. બેઈન્દ્રિયજાતિનામ. ૩. ત્રીન્દ્રિયજાતિનામ, ૪. ચઉરિન્દ્રિય જાતિનામ, ૫ પચેદ્રિયજાતિનામ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ–આ સર્વ એકેન્દ્રિય ભિન્ન ભિન્ન પ્રકારના છે, છતાં તેમનામાં ચેતન્યને વિકાસ સ્વલ્પ અને લગભગ સરખે છે, તેનું કારણ તેઓની કેઈક સમાન બાહ્ય પરિણતિ છે, તેઓના અમુક ચૈતન્યવિકાસમાં જે નિયામક છે તે એકેન્દ્રિય જાતિ. તેથી બેઈન્દ્રિય જીવોમાં ચૈતન્યનો વિકાસ અધિક છે, અને તેઓમાં પરસ્પર લગભગ સરખે છે, તેનું કારણ તેઓમાં કઈક સમાન બાહ્ય પરિણામ છે. તેઓના અમુક ચૈતન્યવિકાસમાં જે નિયામક છે તે બેઇન્દ્રિય જાતિ. તેવી રીતે બીજી ત્રીન્દ્રિયદિક જાતિઓ પણ જાણવી. જેમ ગતિ સુખદુઃખના ઉપભેગમાં નિયામક છે, તેમ જાતિ અમુક ચૈતન્યવિકાસમાં નિયામક છે, તેનું કારણ જે કર્મ તે જાતિનામ.
૧ “એકેન્દ્રિયાદિ માં એકેન્દ્રિયદિ શબ્દની પ્રવૃત્તિનું કારણ તેવા પ્રકારની સમાન પરિણતિરૂપ જે સામાન્ય તે જાતિ. તેના વિપાક્ની દવા