________________
૧૦ર
કવિપાક-વિવેચન સહિત ભેદો થાય તે સત્તાને આશ્રયી જાણવા, કેમકે પ્રાચીન આચાર્યોએ સત્તામાં નામકર્મના ત્રાણું ભેદની વિવક્ષા કરી છે. તેમાં ઔદારિકાદિ પાંચ બન્ધનના સ્થાને પંદર બંધન. મેળવતાં એકસો ત્રણ પ્રકૃતિએ પણ થાય છે. - હવે બની અપેક્ષાએ નામર્મના સડસઠ ભેદો કહે: છે-બન્ધનનામ અને સંઘાતનામ કર્મને શરીરનામકર્મમાં સમાવેશ કરે, એટલે કે પંદર બંધનનામ અને પાંચ સંઘાતનનામને શરીરનામકર્મમાં અન્તર્ભાવ કર. કેમકે બંધન અને સંઘાતન અને શરીરને જં આશ્રયી છે, માટે તેના કારણે શરીરનામકર્મથી તે કર્મની પૃથફ વિવક્ષા ન કરવી પાંચ વર્ણ, બે ગા, પાંચ રસ અને આઠ સ્પર્શ મળી વશ પ્રકૃતિને સામાન્ય વર્ણ ગજ, રસ અને પશે–એ ચાર પ્રકૃતિમાં સમાવેશ કરે, એટલે કે પાંચ વર્ણનામને એક વર્ણનામમાં, બે ગધનામને એક ગન્ધનામમાં, પાંચ રસનામને એક રસનામમાં અને આઠ સ્પર્શનામને એક સ્પર્શનામમાં અન્તર્ભાવ કરે. એટલે ડિપ્રકૃતિના પાંસઠ ભેદમાંથી પાંચ બન્ધન અને પાંચ સંઘાતનને શરીરમાં સમાવેશ કર્યો હોવાથી દશ પ્રકૃતિ બાદ કરતાં, તેમજ વર્ણાદિની વશ ઉત્તરપ્રકૃતિને બદલે વર્ણચતુષ્ક ગ્રહણ કરવાથી બાકીની સેળ પ્રકૃતિ બાદ કરતાં ઓગણચાલીશ પ્રકૃતિ બાકી રહી, તેમાં ત્રસદશક, સ્થાવરદશક, અને પરાવાતાદિ આઠ પ્રકૃતિ મેળવતાં સડસઠ પ્રકૃતિએ થઈ
બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ કર્મપ્રકૃતિની ભિન્નભિન્ન સંખ્યા કહે છે –