________________
૯૬ કમવિપાક-વિવેચનસહિત
૭. સંવનનનામ:- જે કર્મના ઉદયથી અસ્થિની શુભ રચનાવિશેષ થાય તે સહન નનામ.
૮. સંસ્થાનનામ- જે કર્મના ઉદયથી શરીરની શુભ અથવા અશુભ આકૃતિ થાય તે સંસ્થાનનામ ( ૯. વર્ણનામ:- જે કર્મના ઉદયથી શરીરને વિષે કૃષ્ણ વગેરે વર્ણ થાય તે વર્ણનામ,
૧૦. ગધનામ- જે કર્મના ઉદયથી શરીર સુગંધી કે દુગન્ધયુક્ત થાય તે ગધનામ. ,
૧૧. રસનામ- જે કર્મના ઉદયથી શરીરવિષે તિક્તાદિ રસ હોય તે રસનામ.
૧૨ સ્પર્શનામ - જે કર્મના ઉદયથી શરીરવિષે કર્કશ વગેરે સ્પર્શ હોય તે સ્પર્શનામ. *
૧૩. આનુપૂવીનામ:- જે કર્મના ઉદયથી ભવાંતર જતાં વિગ્રહગતિને વિષે આકાશ પ્રદેશની શ્રેણને અનુસાર ગમન થાય તે આનુપૂર્વનામ.
૧૪. વિહાગતિનામ:- જે કર્મના ઉદયથી હસ્તી કે હંસ સમાન સારી, ઊંટ અને ગધેડા સમાન ખરાબ ગતિ પ્રાપ્ત થાય તે વિહાગતિનામ. અહીં ગતિની સાથે આકાશ વાચક વિહાયસૂશબ્દ જોડેલે છે તે ગમનાર્થક ગતિ સમજવા માટે અને નામ કર્મની પ્રથમ પ્રકૃતિ દેવગતિ વગેરેની ભિન્નતા સમજાવવા માટે છે.
હવે પ્રત્યેક પ્રકૃતિના ભેદ કહે છે – पिंडपयडित्ति चउदस परघा-ऊसास-आयवुज्जो ।