________________
હર કર્મવિપાક-વિવેચનસહિત છાણાને અગ્નિ ફેરવવાથી વધે છે, તેમ પુરુષના સ્પર્શાદિથી સ્ત્રીને અધિક અભિલાષા થાય છે. પુરુષના સ્પર્શાદિક વિના ભમથી ઢાંકેલ છાણાના અગ્નિસમાન સ્ત્રીવેદને ઉદય મન્દ હોય છે.
પુરુષવેદા-જેના ઉદયથી સ્ત્રી પ્રતિ મૈથુનને અભિલાષા થાય તે પુરુષવેદ જાણવો. તેને ઉદય તૃણના અગ્નિ સમાન છે. જેમ તૃણને અગ્નિ એકદમ થાય છે, અને શીધ્ર શાંત થાય છે, તેમ પુરુષવેદના ઉદયથી સ્ત્રીના પ્રતિ અધિક ઉત્સુ
તા થાય છે અને વીસેવન પછી તરત જ શાન્ત થાય છે નપુંસકવેદ –જેના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રતિ અભિલાષા થાય તે નપુંસકવેદ જાણ તે નગરદાહના સરખે છે, જેમ શહેરમાં આગ લાગે અને તે લાંબા કાળ સુધી બળ્યા કરે, તેમ નપુંસકવેદના ઉદયથી પુરુષ–સ્રી બન્નેના પ્રતિ તીવ્ર અભિલાષા થાય અને તે લાંબા કાળે પણ નિવૃત્ત ન થાય. એ રીતે અઠયાવીશ પ્રકારે મેહનીય કર્મ કહ્યું.
હવે આયુષકર્મના દેવાદિ ચાર પ્રકાર, અને નામ કર્મના ભેદોનું વર્ણન કરે છે – सुर-नर-तिरि-नरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसम'। बायाल-तिनवइ विह, तिउत्तरसय च सत्तट्ठी ॥२३॥ सुर-नर-तिर्यगू-नरकायुह डिसदृश नामकर्म चित्रिसमम् । द्विचत्वारिंशत्-त्रिनवतिविध व्युत्तरशतं च सप्तषष्टिः ।।
અર્થ-દેવાયુ, મનુષ્કાયુ, વિચાયું અને નરકાયુ-એ