________________
કર્મવિપાક-વિવેચન સહિત
૭૯
અહીં જેણે અનન્તાનુબધિ ચતુષ્કને ક્ષય કર્યો નથી તેને માત્ર તેને પ્રદેશદય હોય છે, અને બીજાને તેને રસદથ અને પ્રદેશદય બને હોતા નથી. ઉપશમ સમ્યક્ત્વને કાળ કાંઈક અધિક એક આવલિકા બાકી રહે ત્યારે બીજી મોટી સ્થિતિમાંથી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વના દલિક ગ્રહણ કરી એક આવલિકા કાળમાં ગોઠવે છે. હવે માત્ર આવલિકા બાકી રહે ત્યારે જેને સમ્યક્ત્વપુંજને ઉદય થાય તે ક્ષાપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. અથવા જેઓએ પૂર્વે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે, અને સમ્યક્ત્વમેહ, નીય અને મિશ્રમોહનીય સત્તામાં નથી એવા મિથ્યાષ્ટિ છે અપૂર્વ કરણ વડે ત્રિપુંજ કરે છે, અને પશમ સમ્યક્ત્વ પામે છે. જેઓને સમ્યક્ત્વ મહનીય અને મિશ્રમેહનીય સત્તામાં છે તેઓ પણ અપૂર્વ કરણ વડે ત્રિપુંજ કરે છે અને શુદ્ધ પુજને ઉદય થવાથી ક્ષાપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે.
ક્ષાયિક –અનન્તાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિકના ક્ષયર્થી પ્રકટ થયેલી શુદ્ધ તત્ત્વરુચિ તે ક્ષાયિકસમ્યફલ. ક્ષપશમસમ્યગદષ્ટિ પ્રથમ અનન્તાનુબધિચતુષ્કો ક્ષય કરી પછી દર્શનમોહનીયત્રિકને ક્ષય કરે છે ત્યારે તેને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વ માત્ર વજ ઋષભ નારાચ સંઘયણવાળા જિનકાલિક મનુષ્ય પ્રાપ્ત કરે છે
એ રીતે ઉપર કહેલા ત્રણ પ્રકારના સમ્યકત્વ મુખ્ય છે. એ સિવાય બીજા પણ ઘણા સમ્યક્ત્વના ભેદે છે. તેને આ ૧. જુઓ કર્મ પ્ર૦ ઉપ૦ ક. મા. ૩ર.