________________
૭૪ કર્મવિપાક-વિવેચનસહિત
પાપ –જેના ઉદયથી દુઃખને અનુભવ થાય તેવા અશુભ કર્મના પુદ્દગલે તે પાપ તેના અસાતવેદનીયાદિ ભેદ જાણવા. - સવ– કર્મબંધના મિથ્યાત્વાદિ હેતુએ તે આસવતી. “મિચારવાઘાતુ હેત' મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને વેગ એ ચાર કર્મબન્ધના હેતુઓ છે. તત્વાર્થસૂત્રમાં પ્રમાદ પણ કર્મબન્ધને હેતુ કહ્યો છે. મિથનાવિત્તિપ્રમવાચો વાતવઃ (૮-૨) પણ અહીં તેને કષાય અને એગમાં યથાયોગ્ય અન્તર્ભાવ જાણુ.
સંવર–જેથી આસવને નિરોધ થાય તે સંવર. “ગાવનિઃ સંવર સમિતિ,ગુપ્તિ, યતિધર્મ, અનુપ્રેક્ષા (ભાવના), " ૧. ધર્માસ્તિકાય-જેમ માછલાને ગમનમાં કારણ પાણી છે, તેમ છવ અને પરમાણુ-પુદ્ગલને ગતિના કારણભૂત ધર્માસ્તિકાય છે. તે લેકવ્યાપી અને અરૂપી દ્રવ્ય છે. તે ૨. અધર્માસ્તિકાય-જીવ અને પુદ્ગલની સ્થિતિમાં કારણ અધર્મસ્તિકાય છે. જીવ અને પરમાણુની લેકાકાશ જેટલા પરિમિત ક્ષેત્રમાં ગતિ અને સ્થિતિ છે, પણ અનન્ત આકાશમાં સર્વત્ર નથી, તેનું કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય—એ બે દ્રવ્યો છે. . ૩. આકાશાસ્તિકાય-જીવ અને પુદ્ગલને અવકાશ=જગ્યા આપનાર આકાશે દ્રવ્ય છે.
૬ પુદ્ગલાસ્તિકાય–પરમાણુને તથા પરમાણુથી બનેલા દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે છે.
૫. કાલ–દ્રવ્યની પ્રતિસમય ભિન્ન ભિન્ન વર્તના (અવસ્થાઓ) થવી તે કાલને આધીન છે. આ પાંચ અજીવ દ્રવ્ય છે.
૧. જિનેશ્વરે કહેલાં છવાદિ નવ તત્વ ઉપર શ્રદ્ધા ન કરવી તે મિથ્યાત્વ: હિંસાદિ પાપ કર્મથી અનિવૃત્તિ તે અવિરતિ, ક્રોધ, માન, માયા અને લેભ–એ ચાર કષાય; મન વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ -એ ચાર કર્મબંધનાં કારણ છે.