________________
૭૩
કર્મવિપાક-વિવેચનસિહત તત્વની રુચિને સમ્યગ્દર્શન કહે છે. તેના ક્ષાયિકાદિ બહુ ભેદ છે. *
વિવેચન –જીવાદિ નવ તત્ત્વની શ્રદ્ધા કે સચિને સમ્યગ્દર્શન કહે છે. તેનું કારણ મિથ્યાત્વ મેહનીયને ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ છે અને કાર્ય તત્વશ દ્વાન છે.
જીવા- શુભાશુભ કામને કર્તા, અને તેને ફલને શૈક્તા, નરકાદિ ગતિમાં જનાર ચૈતન્યયુક્ત તે જીવતત્વ. અહી મૈતન્ય જીવનું લક્ષણ છે. બાકીના વિશેષણે જીવનું સ્વરૂપ બતાવવા, અને અન્યદર્શનેએ “કમને અકર્તા, ફલને અભક્તા, નરકાદિગતિમાં નહિ જનાર એ આત્મા માનેલ છે તેને વ્યવ છેદ (પ્રથઋાવ) કરવા માટે છે. આ લક્ષણ સંસારી જીવનું જાણવું, કેમકે ઉપરના વિશેષ માત્ર સંસારી જીવને લાગુ પડે છે, પણ મુક્તાત્મા કર્મથી રહિત હેવાને લીધે તેને લાગુ પડતા નથી, મુક્ત અને સંસારી જીવનું ચૈતન્યએ સામાન્ય લક્ષણ છે.
અજીવ –ચૈતન્યથી વિપરીત જડ સ્વભાવવાળે તે અજીવ. તેના ધર્માસ્તિકાયાદિ પાંચ ભેદ છે.'
પુણ્ય-જેના ઉદયથી સુખને અનુભવ થાય તેવા શુભ કર્મને પુદગલે તે પુણ્ય તત્વ. તેના સાતવેદનીયાદિ ભેદ જાણવા.
૧. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ.