________________
કપાક-વિવેચન સહિત एसिं आवरणं, पडुव्व चक्खुस्स त तयावरणं । दसणचऊ पण निदा, वित्तिसमदसणावरण ॥९॥ एषां यदावरण पट इव चक्षुषस्तत्तदावरणम् । दर्शनचतुष्क पञ्च निद्रा वेत्रिसमदर्शनावरण ॥ ... ' અર્થ-ચક્ષુને પાટાની જેમ આ પાંચ જ્ઞાનેને આવનાર જે કર્મ તે જ્ઞાનાવરણકર્મ જાણવું. દર્શનાવરણચતુષ્ક અને પાંચ નિદ્રાએ નવ પ્રકારે દર્શનાવરણ કર્મ પ્રતીહારી સરખું જાણવું.
વિવેચન–જેમ ઘન ઘનતર ઘનતમ પટથી ઢંકાયેલ નિર્મલ ચક્ષુ મન્દ મન્દતર મતમ જોઈ શકે છે, તેમ ઘન ઘનતર અને ઘનતમ જ્ઞાનાવરણ કર્મના આવરણથી આવૃત થયેલ જીવ સ્વલ્પ, સ્વ૫તર અને સ્વલ્પતમ જાણી શકે છે. માટે જ્ઞાનાવરણ કર્મ પાટાસમાન છે. તેના પાંચ પ્રકાર છે – ૧, મતિજ્ઞાનાવરણ, ૨. શ્રુતજ્ઞાનાવરણ, ૩. અવધિજ્ઞાનાવરણ ૪. મન:પર્યવજ્ઞાનાવરણ, ૫. કેવલજ્ઞાનાવરણ. એ રીતે જ્ઞાનાવરણ કમની મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રવૃતિઓનું સવિસ્તર વર્ણન કર્યું.
હવે નવ પ્રકારે દર્શનાવરણ કર્મ વર્ણવે છે–“” એ પદથી દર્શનાવરણચતુષ્ક ગ્રહણ કરવું, કેમકે “પદને એક દેશ કહ્યો હોય તે આખા પદનું ગ્રહણ કરવું'' એ ન્યાય છે. જેમ, ભીમ કહેવાથી ભીમસેન સમજાય છે. જેનાથી સામાન્ય અર્થને અવધ થાય તે દર્શન, તેનું આવરણ ચાર પ્રકારે છે. ક્રિાતિ ગુલ્લિતવં જછતિ વૈતવં પામુ તા નિરાઃ | જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણને-અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા. તેના પાંચ ભેદ છે –