________________
કમવિપાક-વિવેચનસહિત આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે કે “મન:પર્યવ જ્ઞાન સુધી જ્ઞાન અને દશનને ભેદ છે. કેવળજ્ઞાનમાં જ્ઞાનદર્શનનો ભેદ નથી, માટે કેવલીને માત્ર કેવલજ્ઞાને પગ છે, પણ દર્શને પગ નથી, કેમકે અવ્યક્ત જ્ઞાનને દર્શન કહે છે, અને કેવલીને કાંઈ પણ જ્ઞાનાવરણ નહિ હોવાથી અશ્વત જ્ઞાન નથી.” તકિક મલવાદિ સૂરિ કહે છે કે
કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બન્ને ઉપયોગ એક સમયે હોય છે, કારણ કે કેવલજ્ઞાનાવરણ અને કેવલદશનાવરણને એક સાથે ક્ષય થયેલ હોવાથી અને અન્ય પ્રતિ બક નહિ હોવાથી અને ઉપયોગ સાથે પ્રવર્તે છે.” ન્યાયાચાર્ય શ્રીયશેવિ ઉપાધ્યાય પરસ્પર ભિન્ન જણાતા આ રણ માનું નયના અભિપ્રાયથી સમાધાન કરે છે -
જે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ શુદ્ધ જુસૂત્રનયને આશ્રયી સમયાન્તરિત ઉપગનું સમર્થન કરે છે. તાર્કિક સિદ્ધસેનદિવાકર અભેદગ્રાહી સંગ્રહનયને આશ્રયી કેવલજ્ઞાન અને દર્શનને અભેદ સ્વીકારે છે. મદ્વવાદિસૂરિ ભેદગ્રાહી વ્યવહાર નયને આશ્રય કરી એક સમયે જ્ઞાનપગ અને દર્શને પણ માને છે. માટે ઉપર કહેલા આચાર્યોના આ ત્રણ પક્ષે વસ્તુતઃ પરસ્પર વિરુદ્ધ નથી.” આ સંબધી વિશેષ હકીકત જિજ્ઞાસુએ શાસ્ત્રાન્તરથી જાણી લેવી. અહીં સંક્ષેપમાં દિશામાત્ર બતાવી છે.
જ્ઞાનાવરણ કર્મનું આંખના પાટાની સાથે, અને દશનાવરણ કમનું પ્રતીહારીની સાથે સરખાપણું. ]૧ જુઓ નાનબિંદુ (યશવિજય ગ્રંથમાલા. પૃ. ૧૬૩)