________________
કર્મવિપાક-વિવેચન સહિત પ૧ ગુણ સિવાય અવશ્ય ક્ષયે પશમ થાય છે, માટે તેને ભવપ્રત્યય કહ્યું છે. અહીં ક્ષયે પશમનિમિત્તક કે ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકાર બતાવેલા છે -૧. આનુગામી; ૨. અનાનુગામી, ૩. વર્ધમાન, ૪. હીયમાન, પ. પ્રતિપાત ૬. અપ્રતિપાતી.
આનુગામી- જે અવધિજ્ઞાન લોચનની પેઠે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જનાર પુરુષની સાથે જાય તે આનુગામી. આ અવધિજ્ઞાન જે સ્થળે જે આત્મામાં પ્રકટ થાય, અને ત્યાંથી જેટલું સંખ્યાત યા અસંખ્યાત જન સુધી દેખે, તેટલા ક્ષેત્રને ત્યાંથી બીજે ઠેકાણે જાય તે પણ તે જોઈ શકે છે. આ અવધિ જ્ઞાન કેઈને પર્યન્તના આત્મપ્રદેશમાં હોય છે, અને કેઈને મધ્યવતી આમપ્રદેશમાં હોય છે. જે પર્યન્તવતી આત્મપ્રદેશમાં હોય છે તે કેઈને આગળના ભાગમાં, કેઈને પૃષ્ઠ ભાગમાં, અને કેઈને પડખાના ભાગમાંએવી રીતે અનેક પ્રકારે હોય છે.
અનાનુગામી-સાંકળથી બાંધેલા દીવાની પેઠે જે અવધિ જ્ઞાન એક ઠેકાણેથી બીજા ઠેકાણે જનાર પુરુષની સાથે ન જાય તે અનાનુગામી. આ અવધિજ્ઞાનને ક્ષેત્રનિમિત્તક ઉપશમ હેવાથી તે જે ઠેકાણે જે આત્મામાં પ્રકટ થાય, અને ત્યાંથી જેટલા જન સુધી દેખે તેટલા ક્ષેત્રની બહાર જાય તે તે ન દેખી શકે.
કે આત્માને કેટલાએક આત્મપ્રદેશમાં આનુગામી અવધિજ્ઞાન અને કેટલાએક આત્મપ્રદેશમાં અનાનુગામી
૧. જુઓ નંદીસત્ર. આગોદય સમિતિ.