________________
[ ૨૮ ]
શ્રી અ* ત રિક્ષ
રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાર્યને મેળાપ થયા. આચાય મ.ના ઉપદેશથી સાનાની પાર્શ્વનાથ ભગવાનની નવી પ્રતિમા ભરાવીને પ્રહલાદનપુર-પાલનપુર વસાવીને તેમાં સુંદર મ ંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી. પ્રતિમાના પ્રભાવથી કાઢ રોગ પણ ગયા અને ગયેલુ રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનાના અત્યાચારોના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ કયાંક ભડારીને તેને સ્થાને પાષાણની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે.
*
(૫) કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલુ છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વણિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પેાતાનુ રોટલાનુ પોટલુ આપીને બદલામાં તેની પાસેથી પાટલું ખરીદી લીધું. ઘેર આવીને જોયુ તે તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતા તેથી આ ગામમાં વસતા યતિએ સંઘની મદદથી એક નાની દેહરી બંધાવી, અને તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સ ંધે સ્વામીવાત્સલ્ય કર્યુ. તે વખતે ઘીના કુલ્લામાંથી ઘણુ જ ધી નીકળવા લાગ્યુ. ખૂંટે જ નહિ. લેકોને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખીને તપાસ કરીને જોયુ તે ઉદ્દેશીવાળી મૂર્તિ કુલ્લામાં જ આવીને બેસી ગઇ હતી. પ્રતિમા કાઢીને મહાત્સવપૂવ ક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તી ઘૃતકલ્લેાલપા નાથને નામે પ્રસિદ્ધ છે. ઉદ્દેશી શાહ પણ સુખી થઇ ગયા.
(૬) મારવાડમાં મેડતાસિટી પાસે આવેલા લેાધી ગામના ખારસ નામના એક શ્રાવક ગામ બહાર ગયા હતા. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુંપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે ‘ભગવાનની પાસે તને રાજ સાનાના ચાખા મળશે. તે સેાનાથી મ ંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા