________________
પાશ્વનાથ
[ ૨૯ ] કર પણ આ સેનાના ચેખા મળવાની વાત કઈને કહીશ નહીં.” સેનાના ચોખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું મંદિરને એક ભાગ બંધાય તેટલામાં પુત્રના આગ્રહથી ઠે બધી વાત કહી દીધી તેથી સેનાના ચેખા મળવા બંધ થઈ ગયા. પછી એ ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના હાથે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રતિમાના અધિષ્ઠાયક પ્રભાવથી પુત્ર અને
દ્ધિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે.
ભિન્ન ભિન્ન સ્થળના પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાંતે જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ.
પં. શ્રી ભાવવિજયગણિત સ્તોત્રનો સાર
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજી વાણીએ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણું કરીએ–
પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્ત્વની તેમજ વિશિષ્ટ વાત છે કે જે બીજા બાહ્ય પ્રમાણે સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીએ રાવણના સેવક તરીકે માલિ અને સુમાલિને ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુત: આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વસ શ્રી હેમચંદ્રસૂરીશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૭ મા પર્વના ૧ લા સગમાં જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા નિશ્રાને પણ પિતા એટલે દાદે થતું હતું અને માલિ સમાલિને મોટો ભાઈ હતા. એટલે રાવણને દાદે સુમાલી અને તેને મેટે ભાઈ માલી રાવણને સેવક હોય એ વાત બંધ બેસે