________________
પર્ધાનાથ
[૨૭] કરીને હાથી મહદ્ધિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયે. સવારમાં કરકંડુ રાજાને ખબર પડી અને તે ત્યાં આવ્યું પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણે શેક થે. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. રાજાએ મંદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં સ્થાપના કરી. (બીજા મતે રાજાએ જ મૃતિ ભરાવીને મંદિર બંધાવીને તેમાં સ્થાપના કરી.) હાથી મરીને મહઢિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાને મહિમા ખૂબ વિસ્તાર્યો ત્યારથી કલિકુંડ તીર્થ પ્રગટ થયું. (જુઓ, ઉપદેશસતતિ. આત્માનંદ સભા (ભાવનગર) પ્રકાશિત).
(૩) ઠાણ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તગડદશાંગ, અનુત્તરપપાતિકદશાંગ પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અંગેની ટીકા કરનાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજ વિકેમના બારમા સૈકામાં થઈ ગયા છે. તેમને કઢને રેગ લાગુ પડ્યો રેગ અતિશય વધતે જતા હોવાથી આખરે તેમણે અનશન કરવાની ઈચ્છા કરી ત્યારે શાસનદેવીએ આવીને કહ્યું કે-સેઢી નદીને થંભનપુર-(ખંભાત)ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે તેનાં દર્શનથી તમારે કેઢ રોગ દૂર થઈ જશે. અને તમે નવ અંગેની ટીકા કરનારા થશે.” આચાર્યશ્રી ત્યાં પધાર્યા અને જયતિહઅણુ સ્તોત્રની સ્ત્રના કરી તેથી મૂર્તિ પ્રગટ થઈ. કેદ્રને રોગ પણ નષ્ટ થયા અને તેમણે ઠાણંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગે ઉપર ટીકા લખી, થંભન પાર્શ્વનાથનું તીર્થ આજે પણ પ્રસિદ્ધ છે અને તે ખંભાતમાં છે.
(૪) આબુના પરમારવંશી પાલનરાજાએ સેનાની પલવીઆ પાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સેનાના પલંગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કઢને રોગ લાગુ પડ્યો હતે. અને તેનું રાજ્ય સ્ત્રીઓએ (ભાયાતે એ) પડાવી લીધું હતું.