________________
[૨૬]
શ્રી અંતરિક્ષ આચાર્યના ગુણેથી યુક્ત જેમણે તેમની (શ્રીવિજયદેવસૂરિજીની) પાટ ભાવી તેમને (શ્રી વિજયદેવસૂરિને) જ ના શિષ્ય હું ભાવવિજયગણું છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મેં આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સંવત ૧૭૧૫ માં ભવ્ય જીના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે.”
સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો (૧) આષાઢભૂતિ શ્રાવકે ગઈ વીશીમાં નવમા તીર્થંકર શ્રી દામોદર ભગવાનના વખતમાં તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પિતાને ઉદ્ધાર થશે” એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મેક્ષમાં ગયા છે. '
(૨) અંગદેશની ચંપાનગરીમાં કરડુ રાજા રાજ્ય કરતે હતે. ચંપાનગરીની પાસે જ કાદંબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતું, તેની નીચે કુંડ નામે સરેવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરોવરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચડ્યો ભગવંતને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે
પૂર્વભવમાં તે એક વામન (ઠીંગણે) બ્રાહ્મણ હતે. લેકે તેના વામનપણાની ઘણું મશ્કરી કરતા હતા તેથી કંટાળીને તે આપઘાત કરવાની તૈયારી કરતા હતા ત્યારે એક શ્રાવકે આવીને તેને અટકાવ્યું અને ધર્મ પમાડ્યો. ત્યાંથી મરતી વખતે મોટા શરીરની પ્રાપ્તિનું નિયાણું કરીને મરવાથી તે મરીને હાથી થયે.” આ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળ લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સુંઢથી ભેટી પડ્યો. પછી તરત જ અનશન