________________
પાર્શ્વનાથ
[3]
આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઇલ દૂર છે. આકાલાથી ઠેઠ શિરપુર સુધીની મેટર સડક બંધાયેલી છે અને મેટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પાસ દશમ (માગશર વદ ૧૦)ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસે દર વર્ષે મેળા ભરાય છે.
विदर्भदेश
જે દેશમાં આ તીર્થ આવેલુ છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિક્ર છે. કુરુસા ચંદ્રનવાજા મનોરમા મયળરેટ્ટા રૂમયંતિ આ ભરહેસરની પક્તિથી આપણે જેનુ નિત્ય પ્રાત:કાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી ક્રમયંતીના જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુડિનપુરમાં થયા હતા. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈવર્મીના નામથીપણ ઓળખાય છે. અત્યારે પણ કુડિનપુર વિદ્યમાન છે અને તે અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઇલ દૂર પૂર્વ દિશામાં વર્ધા નદીનાં ખરાખર પશ્ચિમ કિનારે ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલુ છે.
पउमावई अ गोरी गंधारी लक्खमणा सुसीमा य । जंबूबाई सच्चभामा रुप्पिणी कorg महिसीओ |
આ મરદેશની ગાથામાં જેમનેા ઉલ્લેખ છે અને જે અતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઇને મેક્ષમાં ગયાં છે તે મહાસતી રૂકિમણીના જન્મ પણ આ વિદર્ભ દેશના તે કાળના પાટનગર કુડિનપુરમાં જ ભીષ્મક રાજાને ત્યાં થયા હતા. અત્યારે જો કે કુંડનપુર બહુ નાનુ ગામડું જ રહ્યું છે, છતાં પણ વૈદિક