________________
આ રીતે નિશ્ચય કરી દેવધર પોતાના ઘરની છતની પૌષધશાળામાં પ્રવેશ્યો અને “ચર્ચારી ટિપ્પણક' ઉત્સુકતાપૂર્વક વાંચવાનું શરૂ કર્યું. ગ્રંથ ખૂબ મહત્ત્વપૂર્ણ અને રોચક લાગ્યો. જેમ જેમ તે “ચચ્ચરી ટિપ્પણક” વાંચતો ગયો તેમ તેમ તેની શંકાનું સમાધાન થતું ગયું. આદિથી અંત સુધી વાંચી લીધા બાદ મનમાં માત્ર બે શંકા રહી ગઈપહેલી તો અનાયતન બિંબ સંબંધી અને બીજી શંકા એ રહી કે સ્ત્રી દ્વારા જિનપૂજા ન કરવા બાબત.
વાગડ પ્રદેશમાં વિહાર કરતી વખતે આચાર્ય જિનદત્તસૂરિએ ઉજજૈન અધ્યયન અર્થે મોકલેલાં સાધુ-સાધ્વીઓને પોતાની પાસે બોલાવી લીધાં. એ સહુને તથા અન્ય સાધુ-સાધ્વીઓને આચાર્યશ્રીએ શાસ્ત્રોની વાચના પ્રદાન કરી, એ સમય સુધી ખરતરગચ્છનો શ્રમણશ્રમણી સમૂહ પર્યાપ્ત માત્રામાં વિશાળ થઈ ગયો હતો. અનુશાસન, અધ્યયન, અધ્યાપન - વિભિન્ન ક્ષેત્રોમાં ધર્મપ્રચાર, જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના, પાલન આદિ સર્વ તથ્યોને ધ્યાનમાં રાખીને જિનદત્તસૂરિએ પોતાના હાથે દીક્ષિત થયેલા શિષ્ય જીવદેવને આચાર્યપદ પ્રદાન કર્યું. મુનિચંદ્ર ઉપાધ્યાયના જયસિંહ નામના શિષ્યને પણ આચાર્યપદ પ્રદાન કરી ચિતોડ ક્ષેત્રમાં વિચરણ અને ધર્મપ્રચાર કરતા રહેવાનો આદેશ આપ્યો. જયસિંહાચાર્યના શિષ્ય જયચંદ્રને પણ એમણે આચાર્યપદ પ્રદાન કરી પાટણમાં ધર્મપ્રચાર માટે નિયુક્ત કર્યા.
આ રીતે ત્રણ વિદ્વાન મુનિઓને સૂરિપદ પ્રદાન કરવાની સાથેસાથે જિનચંદ્રગણિ, શીલભદ્રગણિ આદિ ૧૦ વિદ્વાન શિષ્યોને તેમણે વાચનાચાર્યપદ પ્રદાન કર્યું. શ્રીમતી, જિનમતી, પૂર્ણશ્રી, જિનશ્રી અને જ્ઞાનશ્રી આ પાંચ વિદુષી સાધ્વીઓને મહત્તરાપદ અને જીવાનંદ નામના પોતાના વિદ્વાન શિષ્યને ઉપાધ્યાયપદ પ્રદાન કર્યું. જિનદત્તસૂરિએ પોતાનાં સર્વ શ્રમણ-શ્રમણીઓને એમના વિહાર સંબંધી અને આવશ્યક કર્તવ્ય સંબંધી દિશા-નિર્દેશ આપ્યા. ત્યાર બાદ તેમણે અજમેર તરફ પ્રસ્થાન કર્યું. અજમેર પહોંચ્યા કે શ્રાવકોએ ખૂબ આદર અને ઉત્સાહથી તેમનો નગરપ્રવેશ કરાવ્યો. જિનદત્તસૂરિના પહેલી વખત અજમેરમાં આગમનના ઉપલક્ષ્યમાં મહારાજા અર્ણોરાજે અજમેરના દક્ષિણ ભાગમાં તળેટીથી લઈ શિખર સુધી વિશાળ જમીન [ ૮૮ 2 33 3636969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)