SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસમાજને ભેટ કરી, ત્યાં શ્રાવકવર્ગે જિનમંદિર, અંબિકાનું સ્થાન આદિનું નિર્માણ જિનદત્તસૂરિના પુનઃ પદાર્પણ પૂર્વે જ સંપન્ન કરાવી લીધુ હતું. જિનદત્તસૂરિએ શુભ મુહૂર્તમાં એ મંદિરોના મૂળ નિવેશમાં વાસક્ષેપ કર્યો. અજમેરના પ્રમુખ શ્રાવક આલે જૈનસંઘના ભાવિ અભ્યદય-હેતુ પોતાના સાતવર્ષીય પુત્રને આચાર્ય જિનદત્તસૂરિને સમર્પિત કર્યો. વિક્રમ સં. ૧૨૦૩ની ફાગણ સુદ નોમના દિવસે એમણે આસલના પુત્રને અજમેરમાં દીક્ષા આપી અને તેનું નામ જિનચંદ્ર રાખ્યું. વિ. સં. ૧૨૦૫ની વૈશાખ સુદ છઠ્ઠના દિવસે વિક્રમપુરમાં જિનદત્તસૂરિએ નવ વર્ષની વયમાં જ શિષ્ય જિનચંદ્રની પ્રતિભા જાણીને આચાર્યપદ પ્રદાન કરી પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યો. એ જ આચાર્ય મુનિ જિનચંદ્ર આગળ જતા મણિધારી આચાર્ય જિનચંદ્રસૂરિના નામથી વિખ્યાત થયા. જિનદત્તસૂરિનો સમય તથા એમની પહેલાનો સમય ચર્ચાનો સમય હતો. આયતન (વિધિ ચૈત્ય) - અનાયતન (અવિધિ ચૈત્ય) વિષયક ચર્ચાઓના પ્રસંગે મોટે ભાગે પારસ્પરિક કટુતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી. દૂરદર્શી આચાર્ય જિનદત્તસૂરિએ આ વિષયમાં જિનવલ્લભસૂરિને અનુસરવાનું નક્કી રાખ્યું. એમણે ચૈત્યવાસીઓની સાથે પ્રત્યક્ષ ચર્ચાઓમાં ગૂંચવાઈ જવા કરતાં જનસામાન્યને એ વિષયમાં વાસ્તવિક જ્ઞાન કરાવે એવા બોધપ્રદ લઘુ ગ્રંથોની રચના કરવાનું વિશેષ શ્રેયસ્કર લાગ્યું. ચૈત્યવાસી પરંપરાની આધારશિલાને તળે ઉપર કરી પોતાની જે રચનાઓથી જિનદત્તસૂરિએ સુવિહિત પરંપરાની ચિરસ્થાયી સેવા કરી તે રચનાઓ નીચે મુજબ છે : ( ઓપદેશિક અને આચાર વિષચક રચનાઓ) ૧. સંદેહ દોહાવલી પ્રાકત ગદ્ય ૧પ૦ - ૨. ચચ્ચરી અપભ્રંશ ગદ્ય ૪૭ ૩. ઉસૂત્ર પદોપઘાટન કુલક પ્રાકૃત ગદ્ય ૩૦ ૪. ચૈત્યવંદન કુલક પ્રાકૃત ગદ્ય ૨૮ ૫. ઉપદેશ ધર્મ રસાયન અપભ્રંશ ગદ્ય ૮૦ ૬. ઉપદેશ કુલક પ્રાકૃત ગદ્ય ૩૪ ( ૭. કાલ સ્વરૂપ કુલક અપભ્રંશ ગદ્ય ૩૨ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 2302623262999304 ૮૯ ]
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy