________________
સાથે તેમનો નગરપ્રવેશ કરાવ્યો. જિનદત્તસૂરિના ઉપદેશોથી રુદ્રપલ્લીમાં ૧૨૦ અજેના પરિવારોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. ત્યાં દેવપાલ આદિ શ્રાવકોએજિનદત્તસૂરિની પાસે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી.
ત્યાર બાદ વિહારક્રમમાં જિનદત્તસૂરિ વ્યાઘપુરમાં આવ્યા. ત્યાં જયદેવાચાર્યને રુદ્રપલ્લી અને તેની આસપાસના વિસ્તારમાં જ વિચરણ કરવાનો તથા જિનશાસનનો પ્રચાર-પ્રસાર કરવાનો આદેશ આપ્યો. - થોડા દિવસ વ્યાઘપુરમાં રહીને જિનદત્તસૂરિએ જિનવલ્લભસૂરિ દ્વારા પ્રરૂપિત ચૈત્યગ્રહ-વિધિ પર “ચશ્ચરી' (ચર્ચરી) નામના ગ્રંથની રચના કરી, તેના પર એક ટિપ્પણક લખાવ્યું. એ ચશ્ચરી ટિપ્પણક એમણે અગ્રણી શ્રાવકોને ચૈત્યગૃહ-વિધિ સંબંધી ખરતરગચ્છની માન્યતાઓનું પરિજ્ઞાન કરાવવા માટે મોકલ્યું. એ વખતે જિનદત્તસૂરિના શ્રાવક પૌષધશાળામાં એકઠા થઈ ચચ્ચરી ટિપ્પણક પોટલામાંથી બહાર કાઢી રહ્યા હતા, એ વખતે દેવધર નામના એક યુવકે શ્રાવકોના હાથમાંથી ટિપ્પણક છીનવી લેતાં કહ્યું કે - “આ ચચ્ચારી ટિપ્પણક નહિ, કચ્ચરી ટિપ્પણક છે.” અને ટિપ્પણક ફાડી નાંખ્યું. શ્રાવકોએ દેવધરના પિતાને તેની ઉદંડતાની વાત કહી. તેમણે ક્ષમાયાચના કરતાં કહ્યું કે - “દેવધર ખરેખર ઘણો ઉદંડ અને મદોન્મત્ત છે; તેમ છતાં હું તેને સમજાવીશ કે ભવિષ્યમાં તે આવી ઉદ્ધતાઈ ન કરે.”
શ્રાવકોએ જિનદત્તસૂરિની સેવામાં “ચશ્ચરી ટિપ્પણકીને દેવધર દ્વારા નષ્ટ કરી દેવાયાની ઘટનાની જાણ કરી.
જિનદત્તસૂરિએ “ચચ્ચરી ટિપ્પણકની બીજી નકલ આસલ આદિ શ્રાવકોને મોકલી અને તેમને નિર્દેશ કર્યો કે - “દેવધરને કશું જ ન કહેવું. દેવધરને પણ સાચી પ્રતીતિ થશે અને ગચ્છની ઉન્નતિમાં સહાયક સિદ્ધ થશે.'
ચશ્ચરી ટિપ્પણકની બીજી નકલ પહોંચી કે સહુએ તે વાંચી. શ્રાવકોની અનેક શંકાઓનું સમાધાન થયું. દેવધરને જ્યારે એ વાતની જાણ થઈ કે જે “અચ્ચરી ટિપ્પણકની નકલ તેણે ફાડી નાખી હતી તેની બીજી પ્રત આવી ગઈ છે, ત્યારે તેણે એવું અનુભવ્યું કે - “ચશ્ચરી ટિપ્પણક વસ્તુતઃ કોઈ મહત્ત્વપૂર્ણ કૃતિ છે, તેથી અવશ્ય વાંચવી જોઈએ.” ન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) 3:334334334333333 ૮૦ /