________________
(૪) ગુણચંદ્રગણિ, (૫) રામચંદ્રગણિ અને (૬) બ્રહ્મચંદ્રગણિ નામના છ પ્રભાવશાળી લોકપ્રિય ચૈત્યવાસી આચાર્ય પોતાના વિશાળ શિષ્ય પરિવારની સાથે જિનદત્તસૂરિના ઉપદેશોથી પ્રબુદ્ધ થઈને એમની સુવિહિત પરંપરામાં સામેલ થયા. રામચંદ્રગણિના પુત્ર મુનિ જીવાનંદ પણ પોતાના પિતાની સાથે જિનદત્તસૂરિના સંઘમાં શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી. જયદત્ત નામના એક પ્રસિદ્ધ મંત્રવાદી ચૈત્યવાસી સાધુએ પણ જિનદત્તસૂરિની પાસે પંચ મહાવ્રતોની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. પોતાના પ્રભાવશાળી આચાર્યો અને સાધુ-સાધ્વીઓને જિનદત્તસૂરિની પાસે મોટી સંખ્યામાં દીક્ષિત થયેલા જોઈ ચૈત્યવાસી પરંપરાના મોટાભાગનો શ્રાવક-શ્રાવિકા સમૂહ જિનદત્તસૂરિનો ઉપાસક થઈ ગયો. એ અવસરે જિનરક્ષિત અને શીલભદ્ર અને તેમની માતા તથા સ્થિરચંદ્ર અને વરદત્ત નામના બે ભાઈઓએ પણ જિનદત્તસૂરિની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
આ રીતે વાગડ પ્રદેશમાં જિનદત્તસૂરિના વિહાર અને પ્રભાવશાળી ઉપદેશોનું સરસ પરિણામ મળ્યું. ચૈત્યવાસી આચાર્યો અને શ્રાવકશ્રાવિકાઓ દ્વારા જિનદત્તસૂરિને પોતાના ગુરુ તરીકે સ્વીકારવાની સાથે પુણ્યાત્મા યુવક-યુવતીઓ દ્વારા દીક્ષિત થવાના કારણે જિનદત્તસૂરિનો ખરતરગચ્છ એક વિશાળ શક્તિશાળી ગચ્છ સ્વરૂપે ઊભરી આવ્યો.
પોતાનાં વિશાળ નવદીક્ષિત શ્રમણ-શ્રમણી પરિવારના વિશિષ્ટ પ્રતિભાશાળી શિક્ષાર્થી જિનરક્ષિત, સ્થિરચંદ્ર આદિ અનેક શ્રમણો અને જિનમતિ, પૂર્ણશ્રી આદિ અનેક સાધ્વીને જિનદત્તસૂરિએ આગમ આદિના અધ્યયન માટે ધારાનગરી મોકલ્યાં અને પોતે વિશાળ સંતસતી સમુદાય સાથે રુદ્રપલ્લી તરફ વિહાર કર્યો. માર્ગમાં એક ગામમાં વ્યંતર-બાધાથી પીડિત એક શ્રાવક હતો. તેને તે પીડાથી મુક્ત કરવા માટે અને ધર્મનિષ્ઠ ભક્તોનાં કલ્યાણ માટે જિનદત્તસૂરિએ ગણધર સત્તરી' નામક મંત્રગર્ભિત ગ્રંથની રચના કરી. તે ગ્રંથને હાથમાં રાખવા માત્રથી તે શ્રાવકની વ્યંતર-બાધા કાયમ માટે દૂર થઈ ગઈ. આ ચમત્કારથી જિનદત્તસૂરિની યશકીર્તિ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ. - રુદ્રપલ્લીની નજીક પહોંચ્યા કે શ્રાવકોના વિશાળ સમૂહની સાથે જિનશખર ઉપાધ્યાયે શ્રીજિનદત્તસૂરિનું સ્વાગત કર્યું ને ખૂબ હર્ષોલ્લાસ ૮૬ દ ઉદ ઈદ869696969696) જૈન ધર્મનો મલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)|