________________
પાટણ સિવાય અન્ય સ્થળોએ વિચરણ કરે. કઈ બાજુ વિહાર કરવો ?” પોતાના અંતર્મનમાં ઉઠેલા આ પ્રશ્નના સમાધાન માટે જિનદત્તસૂરિએ ત્રણ ઉપવાસની તપસ્યાની સાથે પોતાના વિદ્યાગુરુ હરિસિંહસૂરિનું સ્મરણ કર્યું. સ્વર્ગસ્થ આચાર્યએ ત્રણ ઉપવાસની તપસ્યાની અંતિમ રાત્રિએ પ્રગટ થઈને પૂછ્યું : “કેમ યાદ કર્યો મને ?” જિનદત્તસૂરિએ કહ્યું : “હું કઈ દિશામાં વિચરણ કરું ?”
જવાબ મળ્યો : “મરુધરા આદિ પ્રદેશોમાં વિચરણ કરો.”
ત્યાર બાદ જિનદત્તસૂરિએ ચિતોડથી મધરા તરફ વિહાર કર્યો. વિહારક્રમમાં જયાં જયાં જિનદત્તસૂરિએ પદાર્પણ કર્યું, ત્યાં ત્યાં એમનાં દર્શન અને પ્રવચન-શ્રવણ માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ ઊમટી પડ્યો. લોકોએ પોતાના પરિવારની સાથે જિનદત્તસૂરિને વિધિવત્ પોતાના ગુરુ બનાવ્યા અને યથાશક્તિ વ્રત-નિયમ આદિ ગ્રહણ કરી શ્રાવક-શ્રાવિકા તરીકે એમનું શિષ્યત્વ અંગીકાર કર્યું.
ત્યાર બાદ આચાર્ય જિનદત્તસૂરિએ નાગૌર, અજમેર તરફ વિહાર કર્યો. અજમેર નજીક પહોંચ્યા કે ત્યાંના અગ્રણી શ્રાવક આસધર, રાસલ આદિએ શ્રાવક-સમૂહની સાથે આચાર્યશ્રીનું સ્વાગત કર્યું અને એમને વસતિમાં રોક્યા. ત્યાર બાદ જિનદત્તસૂરિએ વાગડ પ્રદેશ તરફ વિહાર કર્યો. વાગડમાં જિનદત્તસૂરિના ઉપદેશનો અદ્ભુત અને અમીટ પ્રભાવ પડ્યો કે અગણિત લોકોએ સમ્યકત્વ ગ્રહણ કર્યું. અનેકોએ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. અણુવ્રતનો સ્વીકાર કરનાર અગણિત લોકો હતા.
વાગડ વિહારના પ્રથમ ચરણમાં જ જિનદત્તસૂરિના ઉપદેશથી પ્રભાવિત અનેક ભવ્યાત્માઓ સંસારથી વિરક્ત થયા. અનેક નરનારી એમની પાસે પંચમહાવ્રત સ્વીકારી શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. “ખરતરગચ્છ ગુર્નાવલી' અનુસાર એ અવસર પર મહિલાઓ શ્રમણીધર્મમાં દીક્ષિત થઈ. ત્યાં જિનદત્તસૂરિએ જિનશેખરને ઉપાધ્યાય-પદ પ્રદાન કરી પોતાના વિશાળ શિષ્ય પરિવારમાંથી થોડા મુનિઓની સાથે એમને રુદ્રપલ્લી જવાની આજ્ઞા આપી. એ વાગડ વિહારમાં સહુથી મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ જિનદત્તસૂરિને એ પ્રાપ્ત થઈ કે - (૧) જયદેવાચાર્ય, (૨) જિનપ્રભાચાર્ય, (૩) વિમલચંદ્રગણિ, જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪) K3696969696969696969693 ૮૫ |