________________
શનિવારે શુભ મુહૂર્ત આવે છે. અગર છ દિવસ બાદના એ મુહૂર્તમાં મને આચાર્ય પ્રદાન થશે તો ચારેય દિશાઓમાં મારા વિહારથી ભૂમંડળમાં દૂર-દૂર સુધી આપણા ગચ્છનાં સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાઓની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે. આપણો ચતુર્વિધ સંઘ ખૂબ જ શક્તિશાળી અને સુવિકસિત થશે.”
મુહૂર્ત બાબતે આ નિર્ણય માન્ય રાખી વિ. સં. ૧૧૬૯ના વૈશાખ સુદ એકમ ને શનિવારના દિવસે ઠાઠમાઠપૂર્ણ મહોત્સવની સાથે મુનિ સોમચંદ્રને દેવભદ્રાચાર્ય દ્વારા ચિતોડનગરમાં પ્રતિષ્ઠિત મહાવીર ચૈત્યમાં શ્રી જિનવલ્લભના પદ પર પ્રતિષ્ઠિત કર્યા. સૂરિપદ પર અધિષ્ઠિત કરવાના અવસરે પંડિત મુનિ સોમચંદ્રનું નામ “જિનદત્તસૂરિ' રાખવામાં આવ્યું.
એક દિવસ ચિતોડ નગરમાં જ જિનશેખરની મુનિવ્રત સંબંધી કોઈ સ્કૂલનાના અપરાધને જોઈ દેવભદ્રાચાર્યએ તેમને ગચ્છમાંથી નિષ્કાસિત કર્યા. જિનશખર નગરની બહાર એક એવા સ્થાને જઈને , બેસી ગયા, જ્યાંથી જિનદત્તસૂરિ શૌચાદિથી નિવૃત્તિ માટે જંગલ તરફ જતા હતા. જિનદત્તસૂરિ જેવા એ જગ્યાએ પહોંચ્યા તેવા જ જિનશેખર તેમનાં ચરણોમાં ઝૂકી પડ્યા અને વિનંતીપૂર્વક કહ્યું : “સૂરિવર ! મારા આ અપરાધને ક્ષમા કરી દો. ભવિષ્યમાં હું આવી ભૂલનું પુનરાવર્તન ક્યારેય નહિ થવા દઉં.”
ક્ષમાસાગર જિનદત્તસૂરિએ જિનશેખરને ક્ષમા પ્રદાન કરી સંઘમાં સામેલ કરી લીધા. જ્યારે દેવભદ્રાચાર્યને સંભવતઃ જિનદત્તસૂરિના મુખેથી એ જાણવા મળ્યું તો તેમણે જિનદત્તસૂરિને કહ્યું : “આ જિનશેખર આપના માટે સુખપ્રદ સિદ્ધ નહિ થાય.”
- જિનદત્તસૂરિએ કહ્યું : “સૂરિવર ! હું એ જાણું છું, પરંતુ આ જિનશેખર આચાર્ય જિનવલ્લભસૂરિના પડછાયાની જેમ અનુસરણ કરતાં કરતાં ચૈત્યવાસનો પરિત્યાગ કરીને આવ્યા હતા. જેટલા દિવસ આપણી સાથે ચાલે છે તેટલા દિવસ નિભાવી લઈએ.”
ત્યાર બાદ દેવભદ્રાચાર્ય શ્રી જિનદત્તસૂરિને એવો પરામર્શ આપી પોતાના ઉપાશ્રય તરફ વળ્યા કે થોડા સમય સુધી તેઓ અણહિલપુર[ ૮૪ EC3:369696969696969696; ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)