________________
આયાર્ય જિનદત્તસૂરિ (દાદાણા) દાદાગુરુના બિરુદથી વિખ્યાત આચાર્ય જિનદત્તસૂરિ વિક્રમની બારમી સદીના પ્રભાવક આચાર્ય થયા, જેમની કીર્તિ આજે પણ ભારતના અનેક પ્રાંતોમાં દૂર દૂર સુધી ફેલાયેલી છે. તેઓ નિર્ભીક અને સ્પષ્ટવક્તા હતા. એમનો બોધ ખૂબ માર્મિક અને અંતઃસ્તલને સ્પર્શે તેવો હતો. ભારતના ખૂણે ખૂણે અવિરત વિહાર કરી તેમણે માત્ર જૈનો જ નહિ પણ જૈનેતરોના સામાજિક, ધાર્મિક, નૈતિક ઉત્કર્ષમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું. હજારો જૈનેતરો તેમનાથી પ્રેરિત થઈને વિશ્વકલ્યાણકારી મહાવીરમાર્ગના આરાધક જૈન થયા.
જિનદત્તસૂરિના પિતાનું નામ વાચ્છિગ હતું. વાચ્છિગ ગુજરાતના પ્રતિષ્ઠિત અને રાજમાન્ય શ્રેષ્ઠીવર્ય હતા. એમનું મૂળ નિવાસસ્થાન ગુજરાતના ઐતિહાસિક નગર ધવલકપુર (ધોળકા) હતું. વાચ્છિગ તત્કાલીન ગુજરાતના અમાત્ય (મંત્રી) હતા. એમની ધર્મપત્નીનું નામ બાહડદેવી હતું. બાહડદેવી ધર્મનિષ્ઠ ને પતિપરાયણ નારીરત્ન હતી.
વિ. સં. ૧૧૩૨માં વાચ્છિગની પત્ની બાહડદેવીએ ધવલકપુરમાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. એ બાળક હુમૂડ કુળદીપક જિનશાસન પ્રભાવક જિનદત્તસૂરિ નામે વિખ્યાત થયા. યોગ્ય સમયે સુયોગ્ય શિક્ષક પાસે અધ્યયનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. કુશાગ્રબુદ્ધિ બાળકે નિષ્ઠાપૂર્વક અધ્યયન શરૂ કર્યું.
જિનેશ્વરસૂરિના શિષ્ય ધર્મદેવ ઉપાધ્યાયના આજ્ઞાનુવતિની વિદુષી સાધ્વીઓએ વિ. સં. ૧૧૪૧નો વર્ષાવાસ ધવલકપુરમાં કર્યો. પોતાના પુત્રને સાથે લઈને ધર્મનિષ્ઠ બાહડદેવી એ સાધ્વીઓનાં દર્શન, સત્સંગ અને વ્યાખ્યાનશ્રવણ માટે નિયમિત ઉપાશ્રય જવા લાગી. સાધ્વીઓને બાહડદેવના પુત્રને જોઈને જ ખ્યાલ આવી ગયો કે આગળ જતાં આ બાળક ખૂબ હોનહાર થશે. પોતાના સામુદ્રિક અને જ્યોતિષ જ્ઞાનના આધારે એ સાધ્વીઓએ એવી ધારણા કરી કે - “આ બાળક ભવિષ્યમાં જિનશાસનની પ્રભાવક રીતે સેવા કરશે.’ આમ જાણી તેમણે બાહડદેવીને તેમના હોનહાર પુત્રને શ્રમણધર્મની દીક્ષા માટે સમજાવ્યા. જ્યારે એ સાધ્વીઓને પ્રતીત થઈ કે બાહડદેવી પોતાના પુત્રને દીક્ષા માટે સહમત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 232369696969696963 ૮૧ |