________________
(૧૫) ભવારિ-વારણ સ્તોત્ર (૧૬) જિન સ્તોત્ર (૧૭) મહાવીર ચરિત્રમય વીરસ્તવ
આચાર્ય જિનવલ્લભસૂરિના ક્રાંતિકારી વિચારોની એમના પટ્ટધર આચાર્ય જિનદત્તસૂરિ પર એવી અમીટ છાપ અંકિત થઈ કે તેઓ જીવનભર પોતાના પૂર્વાચાર્યનાં પદચિહ્નો પર ચાલતાં-ચાલતાં જિનશાસનની દિગદિગંત પ્રભાવનાનાં કાર્યોમાં ખૂંપેલાં રહ્યાં. જિનદત્તસૂરિના જીવનવૃત્તથી સ્પષ્ટ પ્રગટ થાય છે કે જિનવલ્લભસૂરિ કરતાં પણ અતિ કઠોર સંઘર્ષનો સામનો તેમણે કરવો પડ્યો; પરંતુ તેઓ પોતાના નિર્ધારિત લક્ષ્યથી સહેજ પણ વિચલિત થયા નહિ.
આયાર્ય દેવગઢધિ (દ્વિતીય)
જન્મ
: વી. નિ. સં. ૧૫૫૪ દીક્ષા
: વી. નિ. સં. ૧૫૬૪ આચાર્યપદ : વી. નિ. સં. ૧૫૮૯ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૬૪૪ ગૃહવાસપર્યાય : ૧૦ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૨૫ વર્ષ આચાર્યપર્યાય : ૫૫ વર્ષ પૂર્ણ સંયમપર્યાય : ૮૦ વર્ષ પૂર્ણ આયુ : ૯૦ વર્ષ
શ્રમણ ભગવાન મહાવીરની વિશુદ્ધ મૂળ પરંપરાના પચાસમા પટ્ટધર આચાર્ય વિજયઋષિના સ્વર્ગારોહણ બાદ ચતુર્વિધ સંઘ વી. નિ. સં. ૧૫૮૯માં મુનિશ્રેષ્ઠ શ્રી દેવઋષિ (દ્વિતીય)ને પ્રભુ મહાવીરના એકાવનમા પટ્ટધર આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા. . [ ૮૦ દદદદદદ | જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૪)|