________________
થઈ જશે, એટલે તરત એમણે ધર્મદેવ ઉપાધ્યાયની સેવામાં એ સંદેશ મોકલ્યો કે - “અહીં એક સુયોગ્ય પાત્ર સાંપડેલ છે, અમને પ્રતીતિ છે કે સુપાત્રને જોઈને આપને પણ આનંદ થશે.'
ચાતુર્માસની અવધિ સમાપ્ત થઈ ગઈ હતી. જેવો આ સંદેશ પહોંચ્યો કે ધર્મદેવ ઉપાધ્યાય ત્વરિત વિહાર કરી ધવલકપુર પહોંચ્યા. પોતાની આશા-અપેક્ષા મુજબના તેજસ્વી બાળકને જોઈ ધર્મદેવ સંતુષ્ટ થયા. વિ. સં. ૧૪૪૧માં શુભ મુહૂર્ત જોઈને ધર્મદેવે નવ વર્ષની ઉંમરના એ બાળકને શ્રમણ ધર્મની દીક્ષા આપી અને નવદીક્ષિત મુનિનું નામ મુનિ સોમચંદ્ર રાખ્યું. ધર્મદેવ ઉપાધ્યાયે સર્વદેવગણિને નવદીક્ષિત મુનિ બાબતે આદેશ આપ્યો કે - “તેઓ નવદીક્ષિત મુનિની દિનચર્યા, ધર્મચર્યા આદિ દરેક કાર્ય નિયમિત રૂપે થાય તેમાં ધ્યાન આપે.”
ધવલકપુરથી મુનિ સોમચંદ્ર પોતાના અભિભાવક ગુરુશ્રી સર્વદેવગણિ સાથે વિચરણ કરતાં પાટણ આવ્યા. ત્યાં એમના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી. તેઓ ભાવડાચાર્ય પાસે અધ્યયન કરવા લાગ્યા.
ભાવડાચાર્યની પાસે પ્રગાઢ નિષ્ઠાપૂર્વક અધ્યયન કરતા મુનિ સોમચંદ્રએ લક્ષણ પંજિકા આદિ અનેક વિષયના ગ્રંથોનું અધ્યયન કર્યું અને પ્રવીણતા પ્રાપ્ત કરી. ભાવડાચાર્ય મુનિ સોમચંદ્રની પ્રતિભાથી પ્રભાવિત હતા. તેઓ મુનિ સોમચંદ્રને સર્વ વિદ્યાર્થી શિષ્યોમાં સર્વશ્રેષ્ઠ માનતા હતા. તેઓ એમને “કસ્તુરી'ની ઉપમાથી ઉપમિત કરતા હતા. મુનિ સોમચંદ્રએ થોડા સમયમાં જ વ્યાકરણ, છંદશાસ્ત્ર, નીતિ, ન્યાય આદિ વિષયોમાં પ્રકાંડ પાંડિત્ય પ્રાપ્ત કરી આગમોના અધ્યયનનો પ્રારંભ કર્યો. હરિસિંહાચાર્યએ મુનિ સોમચંદ્રને યથાક્રમ દરેક આગમોનું અધ્યયન કરાવ્યું. પ્રગાઢ શ્રદ્ધાભક્તિ અને નિષ્ઠાપૂર્વક આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પંડિત મુનિ સોમચંદ્ર વિભિન્ન ક્ષેત્રોમાં વિહાર કરી અનેક ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપતા આપતા જિનશાસનનાં અભ્યસ્થાનકારી કાર્યો તેમજ સર્વનાં કલ્યાણનાં કાર્યોમાં લીન થઈ ગયા. વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ આદિએ ચૈત્યવાસીઓના વર્ચસ્વનું ઉમૂલન કરનારી ધર્મક્રાંતિનો સૂત્રપાત્ર કરેલ, એ ક્રાંતિપથ પર મુનિ સોમચંદ્ર અગ્રેસર રહ્યા. થોડા સમયમાં જ મુનિ સોમચંદ્રના ગુણોની સૌરભ દૂર-દૂર સુધી ફેલાવા લાગી. આમ થવાથી દેવભદ્રાચાર્યનો ૮૨ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૪)