________________
વિધિ-ચૈત્યના નામે અનેક ચૈત્યાલયોનું નિર્માણ કરાવ્યું હતું, પણ રાજ્યાશ્રય પ્રાપ્ત ચૈત્યવાસી પરંપરાએ એ વિધિચેત્યો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી સુવિહિત પરંપરાના શબ્દોમાં એને અવિધિચૈત્ય રૂપે પરિવર્તિત કર્યું. જિનવલ્લભસૂરિના આ પ્રકારના ક્રાંતિકારી પ્રયાસોએ કેવળ માત્ર ચૈત્યવાસી પરંપરાને જ નહિ, પણ અણહિલપુરપાટણમાં વિરાજિત શ્રમણોને પણ નારાજ કર્યા. એમના સુધારાવાદી પ્રયાસોથી ચૈત્યવાસી પરંપરાની નારાજગી સ્વાભાવિક હતી. પરંતુ સુવિહિત પરંપરાના જે આચાર્ય, ઉપાધ્યાય, શ્રમણ આદિ જિનવલ્લભનાં આ કાર્યોથી નારાજ થયા, એની પાછળ એક કારણ એ હતું કે સુવિહિત પરંપરાની દૃઢ માન્યતા હતી કે ચૈત્યવાસી પરંપરાની સાથે સંબંધો બગાડીને વિશાળ ગુર્જર પ્રદેશ પર અસ્તિત્વ ટકાવી રાખવુ મુશ્કેલ છે.
આમ ચૈત્યવાસી પરંપરા તો રૂ થતાં જ સુવિહિત પરંપરાના કર્ણધાર પણ જિનવલ્લભસૂરિથી નારાજ થયા. કારણ કે તેઓ ચૈત્યવાસી પરંપરાની સાથે મધુર વ્યવહાર રાખવામાં જ પોતાનું હિત સમજતા હતા. આ રીતે પોતાના પ્રતિપક્ષીઓ અને પક્ષના સમુદાયોની નારાજગીથી જિનવલ્લભસૂરિને અણહિલપુર-પાટણ છોડવા વિવશ થવું પડ્યું અને ગુર્જર પ્રદેશથી મેવાડ તરફ વિહાર કર્યો. - સમસ્ત મેદપાટ(મેવાડ)માં વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધથી લગભગ દોઢ સદી સુધી ચૈત્યવાસીઓનું જ વર્ચસ્વ હતું. આ તથ્યની પુષ્ટિ જિનવલ્લભસૂરિના જીવનની એ ઘર થી સારી રીતે થાય છે કે જ્યારે એમણે ભગવાન મહાવીરના ગભહારનું છઠ્ઠું કલ્યાણ કોઈ જિનમંદિરમાં મનાવવાનું નક્કી કર્યું, તો ચિત્તોડના કોઈ પણ જિનમંદિરમાં એમને પ્રવેશ ન મળ્યો. આ કારણે એમણે ૨૪ જિનેશ્વરોના ચિત્રપટને એક ગૃહસ્થના ઘરમાં રાખી છઠ્ઠા કલ્યાણનો ઉત્સવ મનાવવો પડ્યો. ત્યાર બાદ એમણે જોયું કે તેમને કે તેમના ઉપાસકોને પૂજાઅર્ચના કે દર્શન માટે ચિત્તોડમાં કોઈ જિનમંદિર ઉપલબ્ધ થવાનું નથી, કારણ કે દરેક જિનાલયોમાં ચૈત્યવાસી પરંપરાનું સ્વામિત્વ છે. એમણે ઉપાસના માટે અભિનવ જિનમંદિરમાં નિર્માણ માટે શ્રાવક
શ્રાવિકાઓના પ્રસ્તાવનું અનુમોદના કર્યું અને શીધ્રાતિશીધ્ર બે માળના - ભવનનું નિર્માણ કરાવી એને બે જિનમંદિરોનું સ્વરૂપ આપ્યું.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) ૬૬ 3636969696969696969 ૦૦.