________________
એમ પ્રતીત થાય છે કે નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિની પાસે આગમોનું અધ્યયન કર્યા બાદ જિનવલ્લભસૂરિએ દઢ સંકલ્પ કરી લીધો હતો કે - “ચૈત્યવાસી પરંપરા દ્વારા ચોતરફ ફેલાયેલ શિથિલાચારના દલદલથી સંઘનો ઉદ્ધાર કરીને જ વિશ્રામ લેશે. પોતાના આ સંકલ્પ અનુસાર એમણે ચૈત્યવાસી પરંપરાના ઉન્મેલનના અભિયાનનો પ્રારંભ કર્યો અને પરિણામે એમણે ચૈત્યવાસી અને સુવિહિત બંને પરંપરાના અનુયાયીઓના રોષનો ભોગ બનવું પડ્યું, છતાં પણ એમણે સાહસ છોડ્યું નહિ. ગુર્જર પ્રદેશમાં અને મુખ્યતઃ અણહિલપુરપાટણમાં તેઓ પોતાના સંકલ્પને ક્રિયાન્વિત નહિ કરી શકે એવા વિચારથી જિનવલ્લભગણિ ગુર્જર પ્રદેશને છોડીને અન્ય ક્ષેત્રોને પોતાનું કાર્યક્ષેત્ર બતાવ્યું. તેઓ જીવનભર ચૈત્યવાસી પરંપરાથી સંઘર્ષ કરતાં રહ્યા. સંઘપટ્ટક દ્વારા પ્રગટ થયેલાં યુક્તિસંગત તથ્યોથી જનમાનસને તેમના તરફ આકર્ષણ થયું. મોટી સંખ્યામાં લોકો તેમના ઉપાસક બનવા લાગ્યા. જિનવલ્લભસૂરિની પ્રેરણાથી ચિત્તોડ બાદ દેશનાં વિભિન્ન નગરોમાં વિધિ-ચૈત્યોના નિર્માણ થવા લાગ્યા.
એ વિધિ-ચૈત્યોમાં ચૈત્યવાસી પરંપરાના વિધિ-વિધાન, આચાર-વિચાર, વ્યવહાર આદિથી નિતાંત વિપરીત નિમ્નલિખિત આજ્ઞાઓ અંકિત કરવામાં આવી : (૧) અહીં આગમ વિરુદ્ધ કોઈ કામ નહિ થાય. (૨) રાત્રે આ વિધિ-ચૈત્યોમાં સ્નાત્રનું આયોજન નહિ થાય. (૩) આ વિધિ-ચૈત્યો પર કોઈ પણ સાધુનું સ્વામિત્વ નહિ રહે. (૪) આ વિધિ ચૈત્યોમાં રાત્રિના સમયે કોઈ સ્ત્રી પ્રવેશ નહિ કરી શકે
રાત્રિના સમયે સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ રહેશે. (૫) આ વિધિ-ચેત્યોમાં જાતિ, વંશ, કુળ આદિનો કોઈ પ્રકારનો
ભેદભાવ નહિ રહે. (૬) આ વિધિ-ચૈત્યોમાં ઉપાસકવર્ગ તાંબુલ ચર્વણ કદી નહિ કરી શકે.
જિનવલ્લભસૂરિના આ પ્રકારના સુધારાવાદી અને ક્રાંતિકારી વિચારોનો જનમાનસ પર ખૂબ ચમત્કારપૂર્ણ પ્રભાવ પડ્યો. દેશના ખૂણેખૂણે જનમાનસ એમની તરફ આકર્ષાયો અને લોકો ચૈત્યવાસી પરંપરાનો ત્યાગ કરી મહાનદીના વેગની જેમ વિધિમાર્ગના અનુયાયી થવા લાગ્યા. | ૦૮ ૩૬96969696969696969696 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)|