________________
. તટસ્થ દષ્ટિએ અગર જિનવલ્લભસૂરિના જીવનવૃત્ત પર વિચાર કરવામાં આવે તો જણાશે કે તેઓ એક મહાન ક્રાંતિકારી વિદ્વાન હતા. શ્રી વર્ધમાનસૂરિએ વિક્રમ સં. ૧૦૮૦માં કિયોદ્ધાર અને શિથિલાચાર વિરુદ્ધ જે અભિયાનનો પ્રારંભ કર્યો હતો, એને જિનવલ્લભસૂરિએ વેગ આપ્યો. વિભિન્ન ક્ષેત્રોમાં વિહાર કરી એમણે ચૈત્યવાસીઓની માન્યતાઓને પરિમાર્જિત કરી. “સંઘપટ્ટક' જેવી ક્રાંતિકારી કૃતિનું નિર્માણ કરી એમણે જનજનના મનમાં શિથિલાચાર વિરુદ્ધ વિદ્રોહની આગ ભડકાવી દીધી.
એમ પ્રતીત થાય છે કે વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિના સ્વર્ગસ્થ થયા બાદ પણ ચૈત્યવાસીઓનું અણહિલપુર-પાટણમાં પ્રાબલ્ય હતું. જિનેશ્વરસૂરિના પ્રયાસોથી વસતિવાસ પરંપરાને પાટણમાં ધર્મપ્રચારની સ્વતંત્રતા મળી ચૂકી હતી, તેમ છતાં ગુર્જર રાજ્યના ઉચ્ચ હોદ્દાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને સામાજિક સંગઠનો પર ચૈત્યવાસી પરંપરાના અનુયાયીઓનો ગાઢ પ્રભાવ હતો. આ કારણે પાટણના સંઘ પર ચૈત્યવાસી પરંપરાના આચાર્યોનું પ્રભુત્વ રહ્યું. એ સમય એવો હતો કે કોઈ પણ શક્તિશાળી પરંપરા કેમ ન હોય, ચૈત્યવાસી પરંપરા સાથે હળીમળીને રહેવાથી જ સમસ્ત ગુર્જર રાજ્યમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ હતી. એ કારણથી જ અભયદેવસૂરિએ ચૈત્યવાસી દ્રોણાચાર્યએ પહેલ કરી તો તેમની સાથે સમન્વયાત્મક સહયોગનો હાથ લંબાવ્યો. અભયદેવસૂરિતા જીવનકાળમાં ચૈત્યવાસી પરંપરા અને સુવિહિત પરંપરાની વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર રહ્યો.
જે વખતે જિનવલ્લભસૂરિ પાટણથી ચિત્તોડ પહોચ્યા, એ વખતે ચિત્તોડમાં પણ ચૈત્યવાસીઓનું જ પ્રભુત્વ હતું. એ કારણે જ જિનવલ્લભસૂરિને પ્રારંભે નિવાસ યોગ્ય જગ્યા ન મળી, એટલે જ ચામુંડાના મઠમાં નિવાસ કરવો પડ્યો.
અભયદેવસૂરિના સ્વર્ગસ્થ થયા બાદ બંને પરંપરાઓના સંબંધોમાં તનાવ ઉત્પન્ન થયાના સંકેત જૈન સાહિત્યમાં દષ્ટિગોચર થાય છે. એનું પ્રમુખ કારણ એ જ રહ્યું કે જિનવલ્લભસૂરિ ક્રાંતિકારી વિચારધારાના વિદ્વાન હતા. તેઓ ચૈત્યવાસી પરંપરાના શિથિલાચાર અને ચૈત્યવાસીઓ દ્વારા જિનશાસનામાં પ્રવેશ પામી ગયેલી વિકૃત્તિઓના ઉન્મેલન માટે શીધ્રાતિશીધ્ર વ્યગ્ર થઈ ચૂક્યા હતા. એમણે અણહિલપુર-પાટણમાં પણ ૦૬ : 9369696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)