________________
તો ગુરુવર્યની આજ્ઞાનું પાલન કરી શક્યો નથી અને હવે પરલોક સિધાવીશ. આપ જિનવલ્લભને અભયદેવસૂરિની પાટ પર પ્રતિષ્ઠિત કરી એમની અંતિમ ઇચ્છાની પૂર્તિ અવશ્ય કરજો.'
અભયદેવસૂરિ સ્વર્ગસ્થ થયા પછી જિનવલ્લભગણિ થોડા સમય સુધી અણહિલપુર-પાટણ અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં વિચરણ કરતાં રહ્યા. પણ એમણે એવું અનુભવ્યું કે અહીં રહેતાં એમના દ્વારા એવું કોઈ કાર્ય નથી થતું કે થઈ રહ્યું, જેનાથી અંતરમનને આનંદ થાય અને જિનશાસનની ઉન્નતિ થાય. તેથી એમણે પોતાના બે સાધુઓ સાથે શુભ મુહૂર્તમાં પાટણથી વિહાર કરી જિનેન્દ્ર પ્રભુ દ્વારા પ્રદર્શિત વિધિધર્મના પ્રચાર-પ્રસારના લક્ષ્યથી ચિત્રકૂટ આદિ વિભિન્ન નગરો અને પ્રદેશોમાં વિહાર કર્યો. વિહારક્રમમાં જિનવલ્લભસૂરિ જે જે ગામ, નગરો અથવા પ્રદેશોમાં ગયા, ત્યાં એ સમય સુધી ચૈત્યવાસીઓનું પૂર્ણ વર્ચસ્વ હતું. આ પ્રકારનાં ક્ષેત્રોમાં વિધિમાર્ગનો પ્રચાર-પ્રસાર કરતાં કરતાં જિનવલ્લભસૂરિ ચિત્રકૂટ નગરમાં પધાર્યા. ત્યાં ચૈત્યવાસીઓનું પૂર્ણ વર્ચસ્વ હોવાના કારણે એમણે પ્રયત્ન કરવા છતાં કોઈ સમુચિત ઠેકાણું રહેવા માટે મળ્યું નહિ. ત્યાંના ચૈત્યવાસી શ્રાવકોએ નગર બહારના નિર્જન એકાંત સ્થાનમાં આવેલ ચંડિકા મઠમાં રહેવાનું સૂચવ્યું. દેવ ગુરુનું સ્મરણ કરી શાસનદેવીને અનુજ્ઞાપિત કરી જિનવલ્લભસૂરિ એ ચંડિકા મઠમાં રોકાયા. જિનવલ્લભનાં જ્ઞાન-ધ્યાન અને અનુષ્ઠાનથી પ્રસન્ન એવા શાસનદેવી સર્વ પ્રકારનાં અશુભ અનિષ્ટોથી એમનું રક્ષણ કરવા લાગ્યાં.
જિનવલ્લભસૂરિના સંબંધમાં ચિત્તોડ(ચિત્રકૂટ)ના નાગરિકોમાં એ વાત વિદ્યુતવેગે ફેલાઈ ગઈ કે તેઓ માત્ર ભારતીય દર્શનો જ નહિ ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પાણિનિ વ્યાકરણ, નાટ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, છંદશાસ્ત્રના તલઃસ્પર્શી પ્રકાંડ પંડિત પણ છે, આ પ્રકારની પ્રશંસાપૂર્ણ પ્રસિદ્ધિ થતાં વેદ-વેદાંગો અને સર્વ દર્શનોના વિદ્વાન એમની પાસે ચંડિકા મઠમાં આવવા લાગ્યા. જે-જે વિદ્વાનને પોતાના શાસ્ત્ર સંબંધી જે કાંઈ પણ સંશય હતા, એ સર્વ વિદ્વાનોએ જિનવલ્લભસૂરિની સમક્ષ રજૂ કર્યા. જિનવલ્લભસૂરિએ પ્રમાણસર યુક્તિસંગત જવાબો દ્વારા વિદ્વાનોના સંશયોનું પરમ સંતોષકારી સમાધાન કર્યું. દરેક વિદ્વાન પરમ સંતુષ્ટ થયા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૩૩ ૦૩