________________
જિનવલ્લભસૂરિની યશ-પતાકા આખા નગરમાં લહેરાવા લાગી કે - ‘તેઓ દરેક દર્શનો, શાસ્ત્રો અને વિદ્યાઓના પ્રકાંડ પંડિત છે. આવા વિદ્વાન મહાપુરુષનું ચિત્તોડનિવાસીઓના ભાગ્યથી જ ચિત્તોડમાં પદાર્પણ થયું છે.” નગરમાં જિનવલ્લભની કીર્તિથી આકર્ષિત થઈને અનેક શ્રાવક પણ જિનવલ્લભસૂરિની સેવામાં ઉપસ્થિત થયા. આગમ વચન અનુસાર એમના શ્રમણચારને જોઈને અનેક શ્રાવકોએ વાચનાચાર્ય જિનવલ્લભગણિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા.
એ સમયે ચિત્તોડમાં વિધિ ચૈત્યનો અભાવ હતો. એવી સ્થિતિમાં જિનવલ્લભગણિને એક શ્રાવકના ભવનનાં એક કક્ષમાં ચોવીસ તીર્થકરોનું જિનપટ્ટક ધર્યું અને આસો વદ તેરશના દિવસે ભગવાન મહાવીરના ગર્ભવિહાર નામના છઠ્ઠા કલ્યાણકનો મહોત્સવ મનાવ્યો. એનાથી સહુ સંતુષ્ટ થયા અને એમણે પરસ્પર મંત્રણા કરી જિનવલ્લભસૂરિને નિવેદન કર્યું - “અગર આપને એ ઉચિત લાગે તો અમે લોકો એક જ ભવનમાં નીચે-ઉપર બે જિનમંદિરોનું નિર્માણ કરાવીએ.” આ પ્રસ્તાવ પર જિનવલ્લભસૂરિની અનુજ્ઞા મળવાથી એ શ્રાવકોએ મંદિર-નિર્માણનો નિશ્ચય કર્યો.
પોતાના નિશ્ચય અનુસાર જિનવલ્લભગણિના શ્રાવકોએ એક વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું અને તેના બંને માળ પર બે જિનમંદિર બનાવ્યાં. શ્રાવકોએ બંને મંદિરોમાં જિનવલ્લભગણિના હાથે મૂર્તિપ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગથી જિનવલ્લભગણિની કીર્તિ ચોતરફ પ્રસરી અને તેમના ગુરુપદનો પણ મહિમા વધ્યો.
જિનવલ્લભસૂરિના જીવન સાથે અનેક ચમત્કાર પણ જોડાયેલા છે. એમણે ચિત્તોડમાં રહીને ધારાનગરીના રાજા નરવર્માની રાજ્યસભાના સન્માનની રક્ષા કરી. અમુક સમય બાદ જિનવલ્લભસૂરિ ધારાનગરી ગયા. ત્યાં રાજા નરવર્માએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી એમનું સન્માન કરીને ત્રણ લાખ મુદ્રા અને ત્રણ ગામ ભેટ સ્વીકારવાની પ્રાર્થના કરી. જિનવલ્લભગણિએ રાજાની વિનંતીનો જવાબ આપતા કહ્યું : “રાજન્ ! અમે પંચમહાવ્રતધારી સાધુ છીએ. ધનરાશિ અને ગામ્રાદિનો ભેટ તરીકે સ્વીકાર કરવાની વાત તો ઠીક, અમે તો ધન કે મુદ્રાનો સ્પર્શ પણ ન કરી શકીએ. અગર આ ધનરાશિ અને ત્રણ ગામડાંની આવક કોઈ સત્કાર્યમાં જ વ્યય કરો તો ચિત્તોડમાં શ્રાવકોએ [ ૦૪ 33333333363 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪)