________________
જિનવલ્લભે જવાબ આપ્યો : “ભગવાન ! અગર આપે આ પ્રકારનો નિશ્ચય કરી લીધો છે તો પછી વસતિવાસને અંગીકાર કરવામાં આપ આટલો વિલંબ કેમ કરી રહ્યા છો ? વિવેકશીલ વ્યક્તિએ તો તત્કાળ અનુચિત માર્ગનો ત્યાગ કરી ઉચિત માર્ગને અંગીકાર કરી લેવો જોઈએ.”
ચૈત્યવાસી આચાર્યએ કહ્યું : “મારા અંતરમનમાં હજી સુધી આ પ્રકારની નિઃસ્પૃહતા ઉત્પન્ન જ નથી થઈ કે હું સમર્થ અને સુયોગ્ય વ્યક્તિને પોતાના ગચ્છ ને દેવમંદિરનો ભાર સોંપ્યા વગર જ વસતિવાસને સ્વીકાર કરી લઉં. હા, હવે તમે વસતિવાસ સહર્ષ સ્વીકારી શકો છો.”
પોતાના દીક્ષાગુરુ ચૈત્યવાસી આચાર્ય જિનેશ્વરસૂરિની આ રીતે સંમતિ પ્રાપ્ત થઈ જવાથી જિનવલ્લભે એમને વંદન કરી પાટણ તરફ પ્રસ્થાન કર્યું અને અભયદેવસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને એમને ભકિતપૂર્વક વંદન કર્યા. અભયદેવસૂરિને ખૂબ સંતોષ થયો. મનોમન એમણે વિચાર્યું - “જેવી ભવ્યતા વિશે વિચાર્યું હતું એ સિદ્ધ થયું. ખરેખર મારી જવાબદારી સંભાળવાની પાત્રતા છે. પરંતુ ચૈત્યવાસી પરંપરાના આચાર્યના શિષ્ય હોવાના કારણે અત્યારે એમને આચાર્યપદે બેસાડવા એ મારા ગચ્છનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વર્ગને યોગ્ય નહિ લાગે. આ રીતે વિચાર કરી અભયદેવસૂરિએ પોતાના વર્ધમાન નામના શિષ્યને પોતાના ગચ્છનાં આચાર્યપદે પ્રતિષ્ઠિત કર્યા અને જિનવલ્લભગણિને પોતાની ઉપસંપદા પ્રદાન કરતાં જણાવ્યું : વત્સ! અમારી આજ્ઞાથી તમે જ્યાં ઇચ્છો ત્યાં વિચરણ કરી શકો છો.”
ત્યાર બાદ એકાંત જોઈને અભયદેવસૂરિએ પોતાના વિશ્વાસપાત્ર પ્રસન્નચંદ્રાચાર્યને કહ્યું : “મારી પાટ પર કોઈ શુભ મુહૂર્ત જોઈને તમે જિનવલ્લભગણિને આચાર્યપદ પ્રદાન કરજો.”
આ રીતે નિર્દેશ આપ્યા પછી થોડા સમયમાં અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૩૦ની આસપાસ સ્વર્ગારોહણ કર્યું. પ્રસન્નચંદ્રાચાર્ય પણ અભયદેવસૂરિના નિર્દેશાનુસાર જિનવલ્લભને તેમના પટ્ટધરપદ પર પ્રતિષ્ઠિત કરવાના સમુચિત અવસરની પ્રતીક્ષામાં જ રહી ગયા. કરાટક વાણિજ્ય નામના સ્થાનમાં પોતાનો અંતિમ સમય નજીક જોઈને એમણે દેવભદ્રાચાર્યને અભયદેવસૂરિની અંતિમ ઇચ્છા સંભળાવતા કહ્યું : “હું ૦૨ :26369696969696969696963] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)