________________
જિનવલ્લભસૂરિ તરફ હૃદયસ્પર્શી દૃષ્ટિથી જોતાં અભયદેવસૂરિએ મનોમન વિચાર કર્યો - “ચૈત્યવાસી પરંપરાના આચાર્યનો શિષ્ય હોવા છતાં આ સુયોગ્ય વ્યક્તિ છે.” આગમમાં સ્પષ્ટ વિધાન છે કે - કોઈ પણ આગમજ્ઞએ કોઈ પણ સંજોગોમાં અપાત્રને આગમનું જ્ઞાન નહિ આપવું જોઈએ. પણ અગર આગમજ્ઞાન માટે કોઈ સુપાત્ર મળે તો તેની અવમાનના કે ઉપેક્ષા નહિ કરવી જોઈએ.' આ રીતે વિચાર કરી અભયદેવસૂરિએ જિનવલ્લભને કહ્યું: “સારું થયું કે આગમની વાચના માટે અહીં આવ્યા. એમણે શુભ મુહૂર્ત જોઈને આગમોનો અભ્યાસ શરૂ કરાવ્યો. વાચના વખતે જિનવલ્લભ એકાગ્રચિત્ત થઈ અભયદેવસૂરિના મુખારવિંદથી પ્રગટ થતાં એક એક અક્ષર અને વાક્યને અમૃતતુલ્ય સમજી તેનું પાન કરવા લાગ્યા. જિનવલ્લભસરિના અંતર્થક્ષુ ખૂલતાં ગયાં. અભયદેવસૂરિ પણ જ્યારે સમય મળતો ત્યારે, દિવસ-રાત જિનવલ્લભને આગમોની વાચના આપવા લાગ્યા. આ રીતે થોડા સમયમાં જ અભયદેવસૂરિએ જિનવલ્લભને દરેક આગમોની પૂર્ણ વાચના પ્રદાન કરી. આ અગાઉ એક જ્યોતિષવિદ્યાના વિદ્વાને અભયદેવસૂરિને નિવેદન કર્યું હતું કે – “એમનો કોઈ મેધાવી સુયોગ્ય શિષ્ય હોય તો તેને જ્યોતિષ વિદ્યાના અભ્યાસ માટે મોકલવો.” અભયદેવસૂરિએ જિનવલ્લભને આગમોની વાચના પ્રદાન કર્યા પછી એ જ્યોતિષી પાસે જ્યોતિષવિદ્યાના અધ્યયન માટે મોકલ્યા. એ જ્યોતિષવિદે બહુ ઓછા સમયમાં જિનવલ્લભને જ્યોતિષવિદ્યાના નિષ્ણાત વિદ્વાન તરીકે તૈયાર કર્યા. ત્યાર બાદ જિનવલ્લભ ફરી પાછા અભયદેવસૂરિની નિશ્રામાં રહેવા લાગ્યા.
એક દિવસ શુભ ઘડીએ અભયદેવસૂરિની આજ્ઞા પ્રાપ્ત કરી. જિનવલ્લભ પોતાના ગુરુ જિનેશ્વરસૂરિને મળવા માટે જે માર્ગેથી વિહાર કરીને પાટણ આવ્યા હતા, એ માર્ગે જ વિહાર માટે પ્રસ્થાન કર્યું. માર્ગમાં મરુકોટ્ટ નગરમાં એ જ શ્રાવકના ચૈત્યમાં રોકાયા. એમણે એ દેવગૃહમાં એ પ્રકારે વિધિ લખી, જેનાથી અવિધિ-ચૈત્ય પણ વિધિ-ચૈત્ય થઈ જાય છે. વિધિનાં છ બિંદુઓમાં ઉત્તમ શ્રમણાચારનો સંદેશ અને ઉપાસનામાં જાતિ, કુળ આદિના ભેદનો નિષેધ કરવામાં આવ્યો છે. [ ૭૦ 3696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)