________________
| જિનેશ્વરસૂરિના પ્રસ્થાન પછી બીજા દિવસે જિનવલ્લભે એક મંજૂષામાં રાખવામાં આવેલાં પુસ્તકોમાંથી આગમગ્રંથ કાઢીને વાંચવાનું શરૂ કર્યું. એ આગમગ્રંથનાં આર્ષવચન વાંચીને જિનવલ્લભને મનમાં હલચલ મચી ગઈ. એમના મુખમાંથી સહસા સરી પડ્યું કે - “આજે આપણા યતિ લોકોનું આચરણ આગમવચનોથી નિતાન્ત વિપરીત છે. આપણા આ પ્રકારે આગમવિરોધી આચાર-વિચાર આપણને શ્રેય તરફ નહિ પણ રસાતલ તરફ લઈ જનાર છે.” મનોમન સંકલ્પ કરી ગ્રંથને યથાસ્થાને મૂકી દીધો. એ જ વખતે આચાર્ય જિનેશ્વરસૂરિ ગામતરેથી મઠમાં પરત ફર્યા. મઠની વ્યવસ્થામાં કોઈ ખામી ન જાણતા મનોમન તેમને સંતોષ થયો. એમણે જિનવલ્લભને યોગ્ય સમજી આચાર્યપદે બેસાડવાનો નિશ્ચય કરી લીધો.
જિનવલ્લભે અન્યાન્ય વિદ્યાઓમાં તો તજ્જ્ઞતા પ્રાપ્ત કરી લીધી હતી, પણ હજી સુધી સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવાનું બાકી હતું. એટલે જિનવલ્લભને અભયદેવસૂરિ પાસે મોકલી આગમોના મર્મજ્ઞ બનાવવાનું પરમ આવશ્યક જણાયું. અભયદેવસૂરિ પાસે આગમોનું અધ્યયન કરીને જિનવલ્લભ પરત ફરશે ત્યારે આચાર્યપદે અધિષ્ઠિત કરવા એવો સંકલ્પ કરી જિનેશ્વરસૂરિએ પોતાના શિષ્ય જિનવલ્લભને વાચનાચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા. ત્યાર બાદ એમને અભયદેવસૂરિ પાસે આગમોના અધ્યયન માટે અણહિલપુર-પાટણ તરફ મોકલ્યા. જિનવલ્લભની સાથે એમણે જિનશેખર નામના શિષ્યને એમની વૈયાવચ્ચ આદિ માટે ૫૦૦ સુવર્ણમુદ્રાઓ સાથે મોકલ્યા. જિનવલ્લભે સહયાત્રી જિનેશ્વરની સાથે પ્રસ્થાન કર્યું. રસ્તામાં મરુકોટ્ટ નામના નગરમાં રાત્રિ-નિવાસ માણુ શ્રાવકના દેવગૃહમાં કર્યો. ત્યાંથી બીજા દિવસે પ્રસ્થાન કરી તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા અને અભયદેવસૂરિની સેવામાં ઉપસ્થિત થયા. અભયદેવસૂરિએ એમને જોતાં જ તેમની વિશિષ્ટ પ્રજ્ઞા દ્વારા જાણી લીધું કે - “આ કોઈ સુયોગ્ય ભવ્યાત્મા છે.” અભયદેવસૂરિ દ્વારા આગમનનું પ્રયોજન પૂછતાં જિનવલ્લભસૂરિએ વિનમ્ર સ્વરે નિવેદન કર્યું: “પૂજ્ય આચાર્યદેવ ! મારા ગુરુજી જિનેશ્વરસૂરિએ મને આપનાં ચરણોમાં આગમોનાં અધ્યયન માટે મોકલ્યો છે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 2369696969696969696962 ૬૯ |